મુંબઈ : સની દેઓલ બોલીવુડમાં ધમાકેદાર એક્શન પેક્ડ ફિલ્મ સાથે કમબેક કરવા જઇ રહ્યો છે. આ વખતે તે સાઉથના ડિરેક્ટર સાથે કામ કરવા જઈ રહ્યો છે. એક્શન અને સસ્પેન્સથી ભરેલી આ ફિલ્મનું દિગ્દર્શન દક્ષિણના હાનુ રાઘવાપુડી કરશે.
જ્યારે સનીને પૂછવામાં આવ્યું કે, આ ફિલ્મ સાઉથની ફિલ્મની રીમેક છે, ત્યારે સનીએ કહ્યું કે તે ઓરીજનલ છે. તે એક સંપૂર્ણપણે અલગ અને રસપ્રદ વિષયની ફિલ્મ છે. આ ફિલ્મમાં પ્રેક્ષકોને એક નવા પ્રકારનું સસ્પેન્સ અને રોમાંચક લાગશે. સનીએ કહ્યું કે, આજ સુધી તેણે આવું કોઈ પાત્ર ભજવ્યું નથી. આ ફિલ્મ હાલમાં પ્રોડક્શન મંચ પર છે. ફિલ્મનું શૂટિંગ એપ્રિલ 2020 થી શરૂ થશે.