મુંબઈ : અભિનેતા અક્ષય કુમારે પોતાની આગામી ફિલ્મ ‘સૂર્યવંશી’માં 90 ટકા એક્શન સીન્સ જાતે કર્યા છે. ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીએ આ માહિતી આપી છે.
રોહિત શેટ્ટીએ કહ્યું કે, “ફિલ્મના 90 ટકા એક્શન સીન્સ પોતે અક્ષય દ્વારા કરવામાં આવ્યા હતા. હેલિકોપ્ટર સિક્વન્સ દરમિયાન અક્ષય સરને બાઇક પરથી કૂદીને હેલિકોપ્ટર પર જવાનું હતું. બાઇક ચલાવવાનો આ સીન કોઈ હાર્નેસ વગર જ પૂર્ણ કર્યો હતો. “આ સ્ટંટથી હું અને મારા ક્રૂના બાકીના લોકો ખુબ પ્રભાવિત થયા.
વધુમાં કહ્યું કે, “શરૂઆતમાં અમે બાઇક પરથી હેલિકોપ્ટર તરફ કૂદતા સીન પર કટ રાખતા હતા, જેથી અમે તેમના પર હાર્નેસ બાંધી શકીએ. પરંતુ ક્યારે અક્ષયે પાઇલટ સાથે વાત કરી એ ખબર ન પડી એની સીન ચાલુ જ રહ્યો અને આ રીતે જ શૂટ થયો. આ જોઈને ક્રૂના બધા સભ્યો દંગ રહી ગયા હતા. ”