મુંબઈ તા.7 : પારિદાર આંદોલન ના કન્વિનયર હાર્દિક પટેલ છેલ્લા ઘણા સમય થી ભાજપ માટે માથાનો દુખાવો બની ગયો છે.પરંતુ મળતી માહિતી પ્રમાણે હાર્દિક પટેલ શિવસેના નું નવુ હથિયાર હોઈ શકે છે.સૂત્રો ના પ્રમાણે ગુજરાત માં હાર્દિક પટેલ આ વર્ષ પછી શિવસેના માટે પ્રચાર કરી શકે છે.ઉલ્લેખનીય છે કે હાર્દિક એ તેના આંદોલન પછી સમગ્ર દેશ ના દિગ્ગજ નેતાઓ નું ધ્યાન ખેંચ્યું છે.પરંતુ હાર્દિકે એ પાટીદાર આંદોલન સમયે જણાવ્યું હતું કે તે કોઈ પણ રાજકીય પાર્ટી સાથે જોડાવા નથી માંગતા અને આંદોલન ને પણ રાજનીતિ સાથે જોડવામાં ન આવે.
પરંતુ આજે સવારે શિવસેના ના પ્રમુખ ઉદ્દવ ઠાકરે હાર્દિક ને તેમના મુંબઈ સ્થિત નિવાસ સ્થાને મળ્યા હતા અને જણાવ્યું હતું કે ” હાર્દિક પટેલ ગુજરાત માં શિવસેના માટે પ્રચાર કરશે “હાર્દિક પટેલ જે દેશદ્રોહ ના આરોપ માં 6 મહિના સુધી ગુજરાત ની બહાર હતો તે હવે પરત ફરી ગયો છે.અને તેની સાથે તેને જણાવ્યું હતું કે તે મુંબઈ સ્થિત પાટીદારો સાથે મુલાકાત કરશે.સાથે તેમને એક સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે “મારી મુંબઈ માં ગુજરાતી લોકો સાથે ની મુલાકાત ને કોઈ પણ પ્રકાર નો રાજકીય રંગ આપવામાં ન આવે “
થોડા સમય પેહલા જયારે ભાજપ દ્વારા બીએમસી ની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે શિવસેનાએ એ આક્રોશ વ્યક્ત કરી ને ભાજપ ના નેતાઓ ને જણાવ્યું હતું કે મરાઠી લોકો થી દૂર રહે અને જાતિ આધારિત રાજનીતિ મુંબઈ માં ન કરે.હાલ ની તારીખ માં મુંબઈ માં ગુજરાતી ની સંખ્યા 17 ટકા છે જયારે મરાઠી ના 30 ટકા વોટ શિવસેના ના હસ્તક માં જાય તેમ છે.ત્યારે એક તરફ હાર્દિક જયારે વંવશ પૂરો કરી ને આવ્યો તેની સાથે જ તેને ભાજપ ને ચેતવતા કહ્યું હતું કે તે ભાજપ ને ગુજરાત માંથી ઉખાડી ને નાખી દેશે ઉલ્લેખનીય છે કે ભાજપ છેલ્લા ઘણા લાંબા સમય થી પાટીદાર સાથે સમાધાન ની વાત કરી રહી છે પરંતુ તે નિષ્ફળ સાબિત થઇ રહી હોય તેમ લાગે છે.