મુંબઈ : સુપરસ્ટાર રજનીકાંતે પ્રેસ કોન્ફરન્સમાં પોતાની રાજકીય યોજનાઓ જાહેર કરી છે. રજનીકાંતે કહ્યું છે કે, તેઓ એક પાર્ટી બનાવી રહ્યા છે જેમાં સરકાર અને પાર્ટી અલગથી કામ કરશે. તેઓ પક્ષના નેતા બનશે, પરંતુ મુખ્યમંત્રી નહીં બને. તેમના પક્ષનો નિયમ હશે કે જે પણ નેતા પક્ષના નેતા હશે, તે ક્યારેય સરકારનો ભાગ નહીં બની શકે.
ગુરુવારે ચેન્નઇમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રજનીકાંતે કહ્યું કે, 1996 થી મારા રાજકારણમાં આવવાના અહેવાલો આવી રહ્યા છે. પરંતુ 31 ડિસેમ્બર 2017 ના રોજ મેં કહ્યું હતું કે હું રાજકારણમાં પ્રવેશ કરીશ. તેથી, કૃપા કરીને કહેવાનું બંધ કરો કે હું છેલ્લા 25 વર્ષથી રાજકારણમાં આવવાનો પ્રયાસ કરી રહ્યો છું.
રજનીકાંતે કહ્યું કે, તેઓ શિક્ષિત યુવાનોને તક આપવા માંગે છે. ડીએમકે અને એઆઈએડીએમકેનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે લોકો પરિવર્તન ઇચ્છે છે. તેમણે એમ પણ સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ પોતે મુખ્યમંત્રી નહીં બને. તેમાં સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે જે પણ મુખ્ય મંત્રી બનશે તે પક્ષના વડા નહીં બને. હું પાર્ટીનો નેતા બનીશ અને કોઈ અન્ય વ્યક્તિ મુખ્યમંત્રી પદના ઉમેદવાર હશે. મુખ્યમંત્રી માટેની લાયકાત વિશે વાત કરતા, તે વ્યક્તિમાં રાજ્યને લઈને વિઝન હશે, શિક્ષિત હશે અને આ રાજ્યમાંથી જ હશે.
Rajinikanth in Chennai: I have never thought of the Chief Minister's post. I only want a change in politics. https://t.co/Eh7rxp7VDn pic.twitter.com/bukPd4Pvk2
— ANI (@ANI) March 12, 2020
રજનીકાંતે વધુમાં કહ્યું કે, જો કંઇક ખોટું થાય તો પાર્ટી અમારી સરકારને પ્રશ્નો પૂછશે. પક્ષ પણ કાર્યવાહી કરશે. અમે તમિળનાડુ માટે જે યોજના બનાવી છે તે વિશે અમે લોકોની વચ્ચે જઈશું. અમે પત્રકારો અને અધિકારીઓ સાથે આ ફલાન વિશે વાત કરી હતી, પરંતુ કોઈ સહમત ન થયું, હવે અમે આ યોજના પર આગળ વધીશું.
આ પ્રેસ કોન્ફરન્સમાં રજનીકાંતે તેમના રાજકીય પક્ષના નામ વિશે કંઈ જાહેર કર્યું નથી. આ સિવાય તેમણે રાજકીય પક્ષ ક્યારે લોન્ચ કરશે તે અંગે કોઈપણ તારીખ અંગે માહિતી આપી ન હતી.