મહારાષ્ટ્રના બુલઢાના જિલ્લાનુ રહસ્યમય લોનાર સરોવર વિશે અમેરિકાની નાસાથી લઈને વિશ્વભરની તમામ એજન્સીઓ જાણવા માટે વર્ષોથી લાગેલી છે, પરંતુ અત્યાર સુધી આ સરોવાર વૈજ્ઞાનિકો માટે જિજ્ઞાસા અને શોધનો વિષય છે ત્યારે હાલમાં જ આ રહસ્યમયી લોનાર ઝીલ (lonar Lake) પર થયેલી રીસર્ચમાં સામે આવ્યુ છે કે, આ લગભગ 5 લાખ 70 હજાર વર્ષ જૂનુ તળાવ છે. એટલે કે, આ તળાવ રામાયણ અને મહાભારત યુગમાં પણ હયાત હતી. વૈજ્ઞાનિકોનુ માનવુ છે કે, ઉલ્કા પિંડ પૃથ્વી સાથે ટકરાવાના કારણે આ તળાવ બન્યુ હતુ, પરંતુ ઉલ્કા પિંડ ક્યા ગઈ છે તેની હજુ સુધી કોઈ જાણકારી મળી નથી. સાથે જ 70 ના દાયકાના કેટલાક વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, આ તળાવ જ્વાળામુખીના મોઢાના કારણે બની હશે, પરંતુ બાદમાં તે પણ ખોટુ પડ્યુ હતુ કારણ કે, આ તળાવ જ્વાળામુખીથી બન્યુ હોત તો, તે 150 મીટર ઊંડી હોત નહી. વર્ષ 2010 પહેલા માનવામાં આવ્યુ હતુ કે, આ તળાવ 52 હાજર વર્ષ જૂની છે, પરંતુ હાલમાં જ એક શોધમાં જાણવા મળ્યુ છે કે, આ તળાવ લગભગ 5 લાખ 70 હજાર વર્ષ જૂનુ છે. જો કે, નાસાના કેટલાક વૈજ્ઞાનિકોએ કેટલાક વર્ષો પહેલા આ તળાવને બેસાલ્ટિક ચટ્ટાનોથી બનેલુ તળાવ ગણાવ્યુ હતું. સાથે જ કહેવામાં આવ્યુ હતુ કે, આ પ્રકારનું તળાવ મંગળની સપાટી પર મળી આવે છે કારણ કે, આ તળાવના પાણીના રાસાયણિક ગુણ મંગળ પરની ઝીલના રાસાયણિક ગુણો સાથે મેળ ખાય છે.
આ ઝીલને લઈને ઘણા પૌરાણિક ગ્રંથોમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે, નિષ્ણાંતો જણાવે છે કે, આ ઝીલનો ઉલ્લેખ રૂગવેદ અને સ્કંદપુરાણમાં પણ મળે છે. તે સિવાય પદ્મ પુરાણ અને આઈન-અ-અકબરીમાં પણ તેનો ઉલ્લેખ છે. જો કે, આ સરોવરની એળખાણ 1823માં ત્યારે મળી હતી, જ્યારે બ્રિટિશ અધિકારી જેઈ અલેક્જેન્ડર અહીંયા પહોંચ્યા હતા. જ્યારે તેમણે લોનાર સરોવરને જોયુ તો, ચોંકી ગયા હતા. ત્યારબાદ આ સરોવરને લઈને વૈજ્ઞાનિકોને પણ રસ દાખવ્યો હતો. આ સરોવરની એક ખાસ વાત છે કે, અહીં ઘણા પ્રાચીન મંદિરોના અવશેષ છે. જેમાં દૈત્યાસુદન મંદિર પણ સામેલ છે. આ ભગવાન વિષ્ણુ, દુર્ગા, સૂર્ય અને નરસિમ્હાને સમર્પિત છે. જેની બનાવટ ખજુરાહોના મંદિરો જેવી જ છે. તે સિવાય અહીં પ્રાચીન લોનારધર મંદિર, કમલજા મંદિર, મોઠા મારૂતિ મંદીર પણ છે. એવુ કહેવામાં આવે છે કે, આ મંદિરોનુ નિર્માણ લગભગ 1 હજાર વર્ષ પહેલા યાદવ વંશના રાજાઓએ કરાવ્યુ હતુ. આ સરોવર સાથે જોડાયેલ હૈરાન કરનાર એક ઘટના અહીંના ગ્રામીણો જણાવે છે કે, વર્ષ 2006માં આ સરોવર સૂકાઈ ગયુ હતુ. તે સમયે ગ્રામજનોએ પાણીની જગ્યાએ આ સરોવરમાં નમક જોયુ હતુ. સાથે જ અન્ય ખનીજોના નાના-નાના ચમકચા ટૂકડાઓ પણ જોયા હતા, પરંતુ થોડા સમય બાદ જ અહીંયા વરસાદ થયો અને સરોવર ફરીથી ભરાઈ ગયુ હતુ.