નવી દિલ્હી : ચીની સ્માર્ટફોન નિર્માતા નુબિયાએ એક નવો ગેમિંગ સ્માર્ટફોન નુબિયા રેડ મેજિક 5 જી લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનમાં હાઇ એન્ડ સ્પેસીફીકેશન્સ આપવામાં આવ્યા છે. તેને કંપની દ્વારા હેકર બ્લેક, માર્સરેડ અને સાયબર નિયોન કલર વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.
નુબિયા રેડ મેજિક 5 જીમાં ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર છે, જેમાં 16 જીબી રેમ છે. કંપની તેને ચાર વેરિયન્ટમાં લાવી છે. 8 જીબી રેમ સાથે 128 જીબી સ્ટોરેજ, 12 જીબી રેમ સાથે 128 જીબી સ્ટોરેજ, 12 જીબી રેમ સાથે 256 જીબી સ્ટોરેજ અને 16 જીબી રેમ સાથે 256 જીબી સ્ટોરેજ આપવામાં આવશે.
નુબિયા રેડ મેજિક 5 જીમાં 6.65 ઇંચની એમોલેડ ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે છે. તેમાં 144 હર્ટ્ઝનો અલ્ટ્રા હાઇ રિફ્રેશ રેટ છે. ટચ રિપોર્ટિંગ રેટ 250 હર્ટ્ઝ છે. તેમાં ઓક્ટાકોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર છે.
નુબિયા રેડ મેજિક 5 સીમાં એન્ડ્રોઇડ 10 આધારિત મેજિક ઓએસ છે. આ સ્માર્ટફોનની બેટરી 4,500 એમએએચની છે અને તેની સાથે 4500 એમએએચની બેટરી આપવામાં આવી છે.
કંપનીએ દાવો કર્યો છે કે, તેમાં એર-કૂલ્ડ ફાસ્ટ ચાર્જિંગ પણ આપવામાં આવ્યું છે. નુબિયાના જણાવ્યા અનુસાર, આ સ્માર્ટફોનને આપવામાં આવેલ ફાસ્ટ ચાર્જર ફક્ત 15 મિનિટમાં 56% ચાર્જ કરશે.