મુંબઈ : કપિલ શર્મા શો દર્શકોનું શ્રેષ્ઠ મનોરંજન કરી રહ્યો છે. શોમાં કપિલ અને તેની આખી ટીમ સંપૂર્ણ ફોર્મમાં જોવા મળી રહી છે. આ વખતે ‘સૂર્યવંશી’ની કાસ્ટ આ શોમાં પહોંચી છે. શોમાં અક્ષય કુમાર સાથે રોહિત શેટ્ટી પણ આવશે. આ એપિસોડમાં મુંબઈ પોલીસ પણ એન્ટ્રી લેવા જઇ રહી છે.
કપિલ શર્માનું મુંબઈ પોલીસને ટ્રિબ્યુટ
સૂર્યવંશી સાથે, મુંબઈ પોલીસ પણ કપિલ શર્મા શોમાં વિશેષ અતિથિ તરીકે જોવા મળશે. આ કલાકારોની સલામતીમાં પોતાનો પરસેવો વહાવનાર પોલીસને હવે કપિલ શર્મા ટ્રિબ્યુટ આપશે. કપિલે ટ્વિટર દ્વારા મુંબઈ પોલીસનો આભાર માન્યો છે. તેમણે ટ્વીટ કર્યું – તમે અમારી સલામતી માટે દિવસ-રાત કામ કરો છો, ફક્ત થોડા સમય માટે જ, આજે તમારું મનોરંજન કરવું તે ખૂબ જ સારી લાગણી છે. અમારા શોને વધુ વિશેષ બનાવવા બદલ દિલથી આભાર.
आप दिन रात हमारी सुरक्षा के लिए काम करते हैं, कुछ समय के लिए ही सही,आज आपका मनोरंजन करके दिल को बहुत अच्छा लगा। thank u so much for coming n making our show more special with ur presence @MumbaiPolice thank u @CPMumbaiPolice ? special episode dedicated to #mumbaipolice #TKSS pic.twitter.com/xUtl0khvpo
— Kapil Sharma (@KapilSharmaK9) March 14, 2020