મુંબઈ : કોરોના વાયરસએ દુનિયાભરમાં એ પ્રકારનો હોબાળો મચાવ્યો છે કે, લોકોમાં ખળભળાટ મચી ગયો છે. તેને ધ્યાનમાં રાખીને બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને એક ટ્વીટ કર્યું છે, જે વાંચીને તેના ચાહકો નિરાશ થઇ શકે છે. ચાલો તમને જણાવી દઈએ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ કહ્યું છે કે વિશ્વમાં નોવેલ કોરોના વાયરસના એક લાખથી વધુ કેસની પુષ્ટિ થઈ છે. આ વાયરસને કારણે 4 હજારથી વધુ લોકોનાં મોત પણ થયા છે. તો ચાલો તમને જણાવીએ કે અમિતાભે શું ટ્વીટ કર્યું છે, જેના કારણે તેના ચાહકો થોડા નિરાશ થઈ શકે છે.
અમિતાભે ટ્વીટ કરી આપી માહિતી
કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને અમિતાભ બચ્ચને રવિવારે એક ટ્વિટમાં લખ્યું કે, ‘મારા બધા શુભેચ્છકો અને ચાહકોને વિંનંતી કે આજે ‘જલસા’ના દ્વાર પર ન પહોંચો. હું રવિવાર મીટ પર આવવાનો નથી. સાવચેત રહો.. સલામત રહો. તેમણે વધુમાં લખ્યું, આજે સાંજે કોઈએ ત્યાં ભેગા થવું જોઈએ નહીં. સલામત રહો તમને જણાવી દઈએ કે, દર રવિવારે સાંજે અમિતાભનો બંગલો ‘જલસા’ માં મોટી સંખ્યામાં ચાહકો એકઠા થાય છે, જ્યાં લોકો અમિતાભની ઝલક મેળવવા માટે મુંબઈની બહારથી પણ આવે છે.
T 3470 – To all Ef and well wishers an earnest request !PLEASE DO NOT COME TO JALSA GATE TODAY .. SUNDAY MEET am not going to come !
Take PRECAUTIONS .. be safe
Sunday का दर्शन Jalsa पे cancel है , कृपया कोई वहाँ जमा ना हों आज श्याम को ।
सुरक्षित रहें??? pic.twitter.com/USm4kZBEYo— Amitabh Bachchan (@SrBachchan) March 15, 2020