વડોદરા શહેરના ગોત્રી ચેક પોસ્ટ પાસેની કેનાલ પાસે બેઠેલા કપલ ને ધમકાવી યુવક ને 5000 રૂપિયા લેવા મોકલી દઈ એકલી પડેલી યુવતી ને નજીક ના અવાવરું મકાન માં લઇ જઇ પોલીસ કન્સ્ટેબલે યુવતી ને કિસ કરી શારિરીક છેડછાડ કરી મુખ મૈથુન કરાવવાની ઘટના એ ભારે ચકચાર જગાવી હતી અને આ કૃત્ય કરનાર લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની પીસીઆર વાનના ઇન્ચાર્જ એલઆરડી જવાન સુરજ ચૌહાણને સસ્પેન્ડ કરી દેવાયો છે, જયારે તેને છાવરનારા લક્ષ્મીપુરા પીઆઇ એન.કે.વ્યાસની બદલી કરી દેવામાં આવી છે બીજી તરફ પોલીસે બંને નરાધમોને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરી ઓળખ પરેડ કરાવતા પીડીતાએ બંનેને ઓળખી બતાવ્યા હતા.દરમિયાન, 1 દિવસના રિમાન્ડ પૂરા થતાં બંનેને જેલમાં ધકેલી દેવાયા હતા. શનિવારે રાત્રે સવા આઠથી સાડા આઠ વાગ્યાના અરસામાં યુવતીની એકલતાનો લાભ ઉઠાવી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની પીસીઆરવાન 9ના એલઆરડી જવાન સુરજ ચૌહાણે યુવતી ને કિસ કરી મુખ મૈથુન કરાવ્યું હતું. જયારે ડ્રાઇવર રસિક ચીમનભાઇ ચૌહાણે ધમકી આપી 5 હજારનો તોડ પાડયો હતો. આ ઘટના બાદ પોલીસ કમિશનર અનુપમસિંગ ગહલૌતે એલઆરડી જવાન સુરજ ને સસ્પેન્ડ કર્યો હતો, જયારે લક્ષ્મીપુરા પીઆઇ એન.કે.વ્યાસની બદલી કરી હતી. તેમના સ્થાને હાલ સાયબર ક્રાઇમના પીઆઇ વાણીયાને મુકાયા હતા. બીજી તરફ પોલીસે બંનેની ધરપકડ કરી કોર્ટ માં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન તપાસ અધિકારી એસીપી બી.એ.ચૌધરીએ બંને ઈસમો ને એક્ઝિક્ટિટીવ મેજિસ્ટ્રેટ સમક્ષ ઓળખ પરેડ માટે રજૂ કર્યા હતા. જ્યાં પીડિતાએ બંનેને ઓળખી બતાવ્યા હતા. એલઆરડી સુરજ અને ડ્રાઇવર રસિકને કોર્ટમાં રજૂ કરાયા બાદ પોલીસ બંનેને લઇને બહાર આવી રહી હતી ત્યારે દાદર ઉતરતી વખતે વડોદરા યુવક કોંગ્રેસના કાર્યકરોએ બંને ઈસમો પર શાહી ફેંકી બન્ને ને ફાંસી આપવાની માંગ કરી સૂત્રોચ્ચાર કરતા વાતાવરણ માં તંગદિલી વ્યાપી ગઈ હતી.


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.