સુરત તા.9 : સુરતમાં ભાજપના યુવા પ્રમુખ ઋત્વિજ પટેલની રેલી નો વિરોધ કરનાર વિજય માંગુકિયાને માર મારનાર વિરુદ્ધ પુણા પોલીસે ગુન્હો દાખલ ન કરતા રોષે ભરાયેલા પાટીદારો હાર્દિકની આગેવાનીમાં આજે પુણા પોલીસ મથકનો માનવ સાંકળ બનાવી ઘેરાવ કરશે. આ જાહેરાતના પગલે સરકાર અને પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું છે.ગત 31મી જાન્યુઆરીના રોજ સરથાણા-પુણા વિસ્તારમાં પ્રદેશ ભાજપ યુવા મોર્ચાની રેલી હતી. તે રેલીનો વિરોધ કરવા માટે પાટીદારોએ રેલીમાં જોડાયેલા ભાજપીઓ પર ઇંડા-ટામેટા અને ખંજવાળવાળી શાહી ફેંકી હતી. જેમાં વિજય માંગુકિયા સહિત બે પાટીદારોને ઇજા થઇ હતી. વિજય માંગુકિયાને સારવાર માટે સ્મીમેરમાં ત્રણ દિવસ સુધી દાખલ કરાયો હતો.આ બનાવ બાદ સરથાણા પોલીસે વિજય માંગુકિયા,ધાર્મિક માલવિયા સહિત 19 પાટીદારો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો.
જ્યારે વિજય માંગુકિયાએ પુણા પોલીસને ફરિયાદ આપી તો પુણા પોલીસે કોગ્નિઝેબલ ગુનો દાખલ કરવાના બદલે નોન કોગ્નિઝેબલ ગુનો દાખલ કર્યો હતો. જેથી પાટીદારોમાં પોલીસ અને સરકાર પ્રત્યે રોષ ફાટી નિકળ્યો હતો.વિજય હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો ત્યારે હાર્દિક પટેલ તેને મળવા ગયો હતો. તે સમયે હાર્દિકે પુણા પીઆઇ એમ.વી.પટેલને ફોનમાં વિજય માંગુકિયાની ફરિયાદ લઇને આરોપી ભાજપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા કહ્યું હતું. જો તેમ નહીં કરાય તો પુણા પોલીસ મથકને ઘેરાવ કરવાની ચીમકી આપી હતી.દરમિયાન પોલીસ અધિકારીઓએ પાસના આગેવાનોને ઘેરાવ નહીં કરવા સમજાવવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ તેઓ પાટીદારોને સમજાવી શક્યા નહતા.
આજે હાર્દિક પટેલ સવારે 10 કલાકે ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી આપશે. સવારે 11 કલાકે સુરત કોર્ટમાં હાજરી આપ્યા પછી બપોરે 12 કલાકે પુણા પોલીસ મથકનો ઘેરાવ કરવાનો છે.હાર્દિક અને પાસની પૂણા પોલીસ મથકને ઘેરવાની જાહેરાત પછી પોલીસ એલર્ટ થી ગઈ છે. પોલીસે આ પહેલા જ સ્થિતિને પહોંચી વળવા માટે રિહર્સલ કરવાનું શરૂ કર્યું હતું. ભારે ભીડને પહોંચી વળવા માટેનું રિહર્સલ પોલીસે કર્યું હતું. જેમાં 1000થી વધુ પોલીસકર્મીઓ જોડાયા હતા.ગઈ કાલે સુરત પાસ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, પુણા પોલીસ મથકનો કરવામાં આવશે ઘેરાવ. માનવશાકળ બનાવી પુણા પોલીસ મથકનો ઘેરાવ થશે. જેમાં હાર્દિક પટેલ હાજર રહશે. ગત ગુરુવારે હાર્દિકે વિજય મંગુકિયા પર હુમલો કરનાર ની ધરપકડ કરવા માંગણી કરી હતી. પુણા પોલીસે કાર્યવાહી ન કરતા પોલીસ મથકનો ઘેરાવ કરશે પાસ.ગત ગુરૂવારે ક્રાઈમબ્રાંચમાં હાજરી આપવા આવેલા હાર્દિક પટેલે ભાજપના કાર્યકરો સામે ગુનો દાખલ નહીં થાય તો પુણા પોલીસ મથકને ઘેરવાનું એલાન કર્યું હતું.
જોકે આજદિન સુધી ભાજપ ના કાર્યકર્તા વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા પાસ સમિતિ ઉગ્ર બની છે. પોલીસની આવી નીતિ સામે રોષે ભરાયેલા પાસના કાર્યકરોએ 9મીએ માનવ સાંકળ બનાવીને પુણા પોલીસ મથકને ઘેરવાનું એલાન કર્યું છે.બીજી તરફ સોશિયલ મીડિયા પર પાટીદાર અનામત આંદોલન સમિતિના નામથી 2 મેસેજ ફરતા થયા હતા. મેસેજો વાયરલ કરી લોકોમાં ઉશ્કેરાટ પેદા કરવા બાબતે ક્રાઈમબ્રાચ દ્વારા અજાણ્યાઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.સોમવારે સોશિયલ મીડિયામાં ‘પુણા પોલીસ મથકનો ઘેરાવ કરવા માટે હાર્દિક આમંત્રણ તા.9-02-17 ને ગુરૂવાર સમય બપોરે 12 કલાકે હાર્દિક પટેલ હાજર રહેશે, હેલ્પલાઈન નં. ‘અમે અનામત મેળવીને રહીશું’ તેમજ ‘પાટીદાર અનામદ આંદોલન સમિતી-સુરત પાટીદારો પુણા પોલીસ સ્ટેશન ઉપર સર્જીકલ સ્ટ્રાઈક કરશે 9-02-17 ને ગૂરૂવાર સમય બપોરે 12 કલાકે હાર્દિક પટેલ હાજર રહેશે’ આવા બે મેસેજો વાયરલ થયા હતા. મસેજોથી પોલીસ દોડતી થઈ ગઈ હતી.
કોઈકે આવા મેસેજો ફરતા કરી શહેરમાં હુલ્લડ કરવાના, અશાંતિ અને લોકોમાં ઉશ્કેરાટ ફેલાવવામાં આવ્યો હોવાથી ક્રાઈમબ્રાંચ અજાણ્યા સામે ગુનો નોંધ્યો છે.

Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.