ઠંડીથી બચવાની એક શાનદાર તક! ગુજરાતમાં તિબેટીયન અને સસ્તા ગરમ કપડાંના બજારો ખુલી ગયા છે, જ્યાં જેકેટ અને સ્વેટર ફક્ત $50 થી $300 માં ઉપલબ્ધ છે.
જો તમે હાડ થીજાવતી ઠંડી બચવા માંગતા હો અને સસ્તા ગરમ કપડાં શોધી રહ્યા છો તો હાલમાં આ અંગે તમને કિફાયતી ભાવે ગરમ કપડાં ખરીદવાની ઉત્તમ તક છે. સ્વેટર, જેકેટ અને અન્ય ગરમ કપડાં ઉપરાંત ધાબળા ખરીદવા માટે ઠંડીની સિઝનમાં ભટકવાની જરુર રહેશે નહીં. હાલમા કમોસમી વરસાદનાં કારણે સમગ્ર રાજ્યમાં ઠંડોગાર માહોલ છે અને એવું લાગે છે માવઠાની બેટીંગ પુરી થયા બાદ ઠંડી શરુ થઈ જશે.

ગુજરાતભરમાં ચુનંદા શહેરોમાં તિબેટીયનો ગરમ કપડાં વેચવા આવે છે અને હંગામી ધોરણે તિબેટીયન માર્કેટ ઉભી કરવામાં આવે છે. તિબેટીયન બજારમાં સસ્તા ભાવે ગરમ કપડાં મળી શકે છે. અહીં ફક્ત 50 થી 300 માં ગરમ કપડાં વેચાય છે.
અમદાવાદમાં વસ્ત્રાપુરમાં ગરમ કપડાં બજાર પણ ખૂબ પ્રખ્યાત છે. તિબેટીયન અને ગુજરાતી બજારો ગરમ કપડાંની વિશાળ વિવિધતા આપે છે, અને તે પણ સસ્તા ભાવે ઉપલબ્ધ છે. વસ્ત્રાપુર માર્કેટમાં ભરાતા તિબેટીયન માર્કેટમાં ઠંડીમાં પહેરવા માટે જેકેટ્સ, સ્વેટર, મફલર, મોજા, સ્કાફ, સાલમાં અદ્ભુત કલેક્શન જોવા મળે છે. સાથે સાથે મહિલાઓ માટે સાડી, દુપટ્ટા, ટોપ, કુર્તી વગેરેમાં પણ વેરાયટી ઉપલબ્ધ હોય છે.અહીં તમને દરેક વસ્તુ માર્કેટ કરતા ઓછા ભાવે મળી રહેશે.
કેટલીક જગ્યએ ગરમ કપડાં બજાર વાર્ષિક ધોરણે ભરાય છે. તે શરૂ થઈ ગયું છે. જેમ જેમ ઠંડી વધે છે, લોકો આ બજારમાં આવવા લાગે છે. ભારે ભીડને કારણે, ગરમ કપડાં શોધવા મુશ્કેલ બની શકે છે. જોકે, સુરતમાં ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં પણ ગરમ કપડાં મળે છે, અને પાથરણાવાળા પણ ગરમ કપડાં વેચે છે. લોકો સસ્તા કપડાં ખરીદવા તલપાપડ હોય છે. આ ઉપરાંત અમદાવાદ, સુરતમાં ભરાતા રવિવારીય બજારમાં પણ ગરમ કપડાં મળી રહે ચે.

ગરમ કપડાંના બજારો દર વર્ષે શિયાળાની ઋતુ દરમિયાન, ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન યોજાય છે. આ બજારો ખાસ કરીને તેમના શિયાળાના કપડાં માટે જાણીતા છે.
આ બજારો ઉપરાંત, તિબેટીયન શરણાર્થીઓ અને ગુજરાતીઓ શહેરના અન્ય બજારોમાં પણ ગરમ કપડાં વેચે છે. બાળકો, સ્ત્રીઓ અને પુરુષો માટે ઉચ્ચ ગુણવત્તાવાળા ઊનના કપડાં અહીં ઉપલબ્ધ છે.
બીજી તરફ અન્ય કેટલાક બજાર પણ તેમની વિવિધતા માટે જાણીતા છે, જ્યાં પુરુષો અને સ્ત્રીઓ બંને માટે જેકેટ અને કોટ વેચાય છે. આ બજારમાં ખાસ કરીને લગ્ન અને અન્ય પ્રસંગો માટે ગરમ કપડાં ઉપલબ્ધ હોય છે.
