Video: જાપાનમાં લોકો ખાય છે કરચલાનો પાપડ, આ રીતે થાય છે તૈયાર, લોકોએ કહ્યું ‘આ તો જાપાની ખાખરા છે!’
સોશિયલ મીડિયા પર જાપાનનો એક અનોખો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કરચલા અને ઝીંગા માછલીના પાપડ બનાવવાની રીત બતાવવામાં આવી છે. આ વીડિયો જોઈને ભારતીય યુઝર્સ તેને “જાપાની ખાખરા” કહી રહ્યા છે.
આ વિડીયોમાં એક દુકાનમાં કરચલા અને ઝીંગા માછલીને તવા પર મૂકી, તેની ઉપર ચોખાનું ખીરું નાખીને પાપડ બનાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં એક જાપાની વ્યક્તિ આ પાપડ ખાઈ રહ્યો છે, અને તે ખાતી વખતે કરકરો અવાજ આવે છે. આ પાપડ દેખાવમાં એક ઓઈલ પેઈન્ટિંગ જેવો લાગે છે.
યુઝર્સની પ્રતિક્રિયાઓ
સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં લોકોએ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી છે:
એક યુઝરે કહ્યું, “કરચલાનો સ્ક્રીનશોટ કાઢી લીધો.”
View this post on Instagram
બીજા યુઝરે લખ્યું, “આ મને ખૂબ સુંદર લાગ્યું.”
ત્રીજાએ કમેન્ટ કરી, “3D પ્રાણીને 2D માં બદલી નાખ્યું.”
ચોથા યુઝરે લખ્યું, “આ તો જાપાની ખાખરા છે.”
આ વાયરલ વિડીયોના કેપ્શન મુજબ, એક ક્રૅબ રાઈસ ક્રૅકર (કરચલાના ચોખાના પાપડ) ની કિંમત 10 ડોલર છે. આ દુકાન જાપાનના સુકુજી સ્ટેશનથી 10 મિનિટના અંતરે આવેલી છે અને સવારે 9 વાગ્યે ખુલીને બપોરે 3 વાગ્યે બંધ થાય છે. તમને જણાવી દઈએ કે જાપાનના ઓકિનાવા વિસ્તારમાં આ સ્નેક ખૂબ લોકપ્રિય છે અને ત્યાં કરચલા અને ઝીંગા માછલીની સાથે અન્ય દરિયાઈ જીવોને પણ આ જ રીતે બનાવીને ખાવામાં આવે છે.