Aasif Khan પંચાયત ફેમ આસિફ ખાનને હાર્ટ એટેક આવ્યો, તબિયતમાં સુધારો
Aasif Khan લોકપ્રિય વેબ સિરીઝ ‘પંચાયત’માં જમાઈની ભૂમિકા નિભાવીને ચાહકોના દિલ જીતનાર અભિનેતા આસિફ ખાનને હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે તેઓ બે દિવસથી હોસ્પિટલમાં દાખલ છે. તે આ સ્થિતિ વિશે પોતે સોશિયલ મીડિયા પર ચાહકોને માહિતી આપી રહ્યા છે.
આસિફ ખાને ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું કે, “છેલ્લા 36 કલાકમાં મને સમજાયું કે જીવન કેટલું ટૂંકું અને અનિશ્ચિત છે. દરેક પળને મહત્વ આપવું જોઈએ અને જે પણ છે તે માટે કૃતજ્ઞ રહેવું જોઈએ.”
હવે તબિયતમાં સુધારો થયો છે અને તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે. તેમણે ચાહકોનો પ્રેમ અને શુભેચ્છાઓ બદલ આભાર વ્યક્ત કર્યો છે અને ટૂંક સમયમાં ફરી કાર્યક્ષેત્ર પર આવવાનો આશ્વાસન પણ આપ્યો છે.
આસિફ ખાને ‘પાંચાયત’ સિવાય જયદીપ અહલાવતની ‘પાતાલ લોક’, અને ફિલ્મો ‘કાકુડા‘ અને ‘ધ ભૂતની‘માં પણ અભિનય કર્યો છે.