Adani Enterprises: કચ્છ કોપરને મળ્યું પ્રતિષ્ઠિત LME પ્રમાણપત્ર, વિશ્વની ટોચની કોપર બ્રાન્ડ્સની યાદીમાં સામેલ થયું ગુજરાતનું નામ
Adani Enterprises LME અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL) ની પેટાકંપની કચ્છ કોપર લિ. (KCL) એ ‘અદાણી કોપર’ માટે લંડનના મેટલ એક્સચેન્જનું પ્રમાણપત્ર હાંસલ કર્યું છે. આ પ્રમાણપત્ર ઔદ્યોગિક ધાતુઓના વેપાર માટેના વૈશ્વિક કેન્દ્ર દ્વારા જારી કરાયેલ આ પ્રમાણપત્ર કચ્છ કોપ્ર ની ઉત્પાદન શ્રેષ્ઠતા અને કડક વૈશ્વિક બેન્ચમાર્ક સામે જવાબદાર સોર્સિંગ પ્રથાઓને માન્યતા પ્રાપ્ત થતાં હવે અદાણી કોપર કેથોડ્સ આજ તા.૧૦ જુલાઈ, ૨૦૨૬ થી LME કોપર ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ સામે જારી કરવા યોગ્ય વોરંટ સાથે ડિલિવર કરી શકાશે.
‘કોપર ગ્રેડ A’ કોન્ટ્રાક્ટ માટે ગુડ ડિલિવરી બ્રાન્ડ તરીકે અદાણી કોપરની LME લિસ્ટિંગ બ્રાન્ડને વિશ્વની અગ્રણી કોપર બ્રાન્ડ્સ સાથે મૂકતા ધાતુઓના ક્ષેત્રમાં અદાણી સમૂહના પ્રવેશ અને શુધ્ધ તાંબાના વૈશ્વિક સ્તરે એક સ્પર્ધાત્મક ઉત્પાદક તરીકે તેના ઉદભવને આંતરરાષ્ટ્રીય માન્યતા અને બજારમાં વિશ્વસનીયતા સ્થાપિત કરે છે.
ગ્રીન એનર્જી અને ભારતના યોગદાનને મજબૂતી
અદાણી એન્ટરપ્રાઇઝિસના નેચરલ રિસોર્સિસના સી.ઇ.ઓ. અને કચ્છ કોપર લિ.ના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. વિનય પ્રકાશે જણાવ્યું હતું કે વૈશ્વિક ઉર્જા સંક્રમણમાં આધારભૂત ભૂમિકા અદા કરતા તાંબાના ઉત્પાદનને LME બ્રાન્ડનો દરજ્જો મળવાથી વિશ્વના અગ્રણી કોપર ઉત્પાદકોમાં અદાણી સમૂહનું સ્થાન સુનિશ્ચિત થતાં આ મહત્વપૂર્ણ ધાતુ માટે સ્થિતિસ્થાપક, જવાબદાર સપ્લાય ચેઇન બનાવવામાં ભારતના યોગદાનને મજબૂતી મળી છે. તેમણે ઉમેર્યું હતું કે કચ્છ કોપરના ઉત્પાદન માટે વિશ્વ કક્ષાનું આંતરમાળખું અને ESGના ધોરણોની સુચારું અમલવારી આ મંજૂરીને સમયસરની અને લાયક ઠરાવવા સાથે અદાણી કોપરની વૈશ્વિક સ્વીકૃતિમાં આ માન્યતા વૈશ્વિક ધાતુ ઉદ્યોગમાં ભારતના વધતા કદને સુદ્રઢ બનાવવાથી વિશેષ સ્વચ્છ તાંબાના ઉત્પાદન ક્ષેત્રમાં ભારતને સ્વ-નિર્ભરતા તરફ દોરી જતું આ એક સીમાચિહ્ન સમાન કદમ છે.

દેશનું સૌથી મોટું સિંગલ-લોકેશન કોપર સંકુલ
ઉચ્ચ ગુણવત્તાની ખાતરીઓ, રાસાયણિક રચના, આકાર અને વજનને આવરી લેતી LME-બ્રાન્ડના પ્રમાણપત્ર હાંસલ કરવાની એક કઠોર પ્રક્રિયામાંથી જવાબદાર સોર્સિંગ પ્રોટોકોલ સાથે LME લિસ્ટિંગને લાયક બનવા માટેની ચૂસ્ત ચકાસણીમાંથી પસાર થતા અદાણી કોપર કેથોડ્સને LME-મંજૂર વેરહાઉસમાં વોરંટ પર મૂકવા સક્ષમ બનાવી છે. ઉલ્લેખનીય છે કે ઉચ્ચ પ્રવાહી સંપત્તિ તરીકે ઓળખવામાં આવતી LME-લિસ્ટેડ ધાતુનો ઉપયોગ કોલેટરલ તરીકે થઈ શકે છે તે ધિરાણ સુગમતાને મજબૂત બનાવે છે. અદાણી કોપરનો LME માં ઉમેરો એક મુખ્ય નવા ઉત્પાદન કેન્દ્રમાંથી ઉચ્ચ-ગુણવત્તાવાળા કેથોડ સાથે એક્સચેન્જના ડિલિવરેબલ બેઝને વિસ્તૃત કરી વૈશ્વિક કોપર બજારની તરલતા અને ભૌગોલિક વિવિધતાને વધુ ગાઢ બનાવે છે.
વિશ્વના સૌથી મોટા સિંગલ-લોકેશન ઉપર સ્થિત અને કોપર સ્મેલ્ટિંગના સંકૂલોમાંની એક ૦.૫ મિલિયન ટનની ઉત્પાદન ક્ષમતા ધરાવતી ૧.૨ અબજ ડોલરના રોકાણ સાથે નિર્માણ થયેલી કચ્છ કોપરની સુવિધા અત્યાધુનિક ટેકનોલોજી, અદ્યતન પ્રક્રિયા ઓટોમેશન અને કામગીરીમાં સમાવિષ્ટ ટકાઉપણાના ધ્યેય સાથે ડિઝાઇનના સિદ્ધાંતો મુજબ ડિઝાઇન કરવામાં આવી છે. આ સુવિધા સ્થાનિક પુરવઠાને મજબૂત બનાવવા સાથે આયાતી કોપર ઉપર દેશની નિર્ભરતા ઘટાડી વીજળીકરણ, નવીનીકરણીય ઉર્જા અને ઉર્જા સંક્રમણના કેન્દ્રમાં મહત્વની ધાતુ માટે ‘આત્મનિર્ભર ભારત’ ની મહત્વાકાંક્ષાઓને આગળ વધારે છે.