અફઘાનિસ્તાનનો દુનિયા સાથે સંપર્ક કપાયો! તાલિબાને આખા દેશમાં ઇન્ટરનેટ બંધ કર્યું
અફઘાનિસ્તાનમાં તાલિબાને ઇન્ટરનેટ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દીધો છે. ઇન્ટરનેટ પરના આ પ્રતિબંધને કારણે દૈનિક જીવન ખરાબ રીતે પ્રભાવિત થઈ રહ્યું છે. તેની વ્યાપક અસર ટેલિકોમ સેવાઓ પર પણ પડી છે.
અફઘાનિસ્તાનમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ
અફઘાનિસ્તાનમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. સ્થાનિક મીડિયા અનુસાર, અનૈતિકતા પર તાલિબાનની કડક કાર્યવાહીના ભાગરૂપે ઇન્ટરનેટ સેવાઓને સંભવિતપણે દેશવ્યાપી સ્તરે બંધ કરી દેવામાં આવી છે. ઑગસ્ટ 2021માં તાલિબાન સત્તા પર કબિઝ થયા પછી આ પહેલીવાર છે જ્યારે અફઘાનિસ્તાનમાં આ પ્રકારની વ્યાપક બંધની કાર્યવાહી થઈ હોય.
ટેલિકોમ સેવાઓ પર અસર
સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં તાલિબાનના નેતા હિબતુલ્લાહ અખુંદઝાદા દ્વારા અનૈતિકતાને રોકવા માટે ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ લગાવવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. આ આદેશ પછી અનેક પ્રાંતોના ‘ફાઇબર-ઓપ્ટિક કનેક્શન’ બંધ થઈ ગયા હતા.
ઇન્ટરનેટના ઉપયોગ અને તેના સુધીની પહોંચને સમર્થન આપતી સંસ્થા ‘નેટબ્લોક્સ’ એ જણાવ્યું છે કે અફઘાનિસ્તાનમાં ‘કનેક્ટિવિટી’ સામાન્ય સ્તરના 14 ટકા સુધી ઘટી ગઈ છે.
આખા દેશમાં ટેલિકોમ સેવાઓમાં લગભગ સંપૂર્ણ વિક્ષેપ જોવા મળી રહ્યો છે.
સંસ્થાએ કહ્યું, “આ કાર્યવાહી બહારની દુનિયા સાથે સંપર્ક કરવાની જનતાની ક્ષમતાને ગંભીર રીતે મર્યાદિત કરી શકે છે.”
તાલિબાન સરકારે પુષ્ટિ નથી કરી
‘એસોસિએટેડ પ્રેસ’ (AP) તેના કાબુલ બ્યુરોની સાથે પૂર્વીય અને દક્ષિણી પ્રાંતો નંગરહાર અને હેલમંદમાં તેના સંવાદદાતાઓનો સંપર્ક કરી શક્યું નથી.
તાલિબાન સરકાર તરફથી ઇન્ટરનેટ બંધની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી, જે પોતે જ પોતાના આંતરિક અને બાહ્ય સંચાર માટે ‘મેસેજિંગ ઍપ’ અને સોશિયલ મીડિયા પર ખૂબ આધાર રાખે છે. ખાનગી ન્યૂઝ ટીવી ચેનલ’ એ કહ્યું છે કે સૂત્રો પુષ્ટિ કરે છે કે આખા દેશમાં ‘ફાઇબર-ઓપ્ટિક ઇન્ટરનેટ’ કાપી નાખવામાં આવ્યું છે.