Chilli Farming Success Story: રાણપુર ગામનો યુવાન બન્યો પ્રેરણાસ્ત્રોત
Chilli Farming Success Story: બનાસકાંઠાના ડીસા તાલુકાના રાણપુર ગામના 23 વર્ષના યુવાન પ્રકાશ ધીરાજી ઠાકોર એ પરંપરાગત ખેતીમાંથી અલગ રસ્તો પસંદ કર્યો અને આજે તેમની સફળતા ને બદલે લોકો આશ્ચર્યચકિત બની ગયા છે. માત્ર ધોરણ 10 સુધી ભણેલા પ્રકાશભાઈએ આધુનિક ખેતી પદ્ધતિ અપનાવી કરોડોની ખેતીને નફાકારક ધંધામાં ફેરવી છે.
આંતર પાક ખેતીથી મેળવ્યો મોટો લાભ
પ્રકાશભાઈએ મગફળીની સાથે મરચાનું આંતર પાક વાવેતર કર્યું હતું. તેઓએ મલ્ચિંગ અને ડ્રિપ સિંચાઈ પદ્ધતિ નો ઉપયોગ કર્યો હતો. માત્ર બે વીઘા જમીનમાં તેમણે 8,500 મરચાના રોપા વાવ્યા અને 50,000 રૂપિયાનો પ્રારંભિક ખર્ચ કર્યો.
દોઢ મહિના માં જ મળ્યું ઉત્પાદન
માત્ર દોઢ મહિના માં મરચાનું ઉત્પાદન શરૂ થઈ ગયું. શરૂઆતમાં 150થી 200 થેલીઓ મળતી હતી, પરંતુ પાક પરિપક્વ થતા તે સંખ્યા 700-800 થેલી સુધી પહોંચી ગઈ. દરેક છોડમાંથી 1થી 2 કિલો મરચું મળતું હતું.
ભાવમાં ફરક છતાં કમાણીમાં વધારો
શરૂઆતમાં મરચાનો ભાવ રૂ. 50-60 પ્રતિ કિલો હતો, જે હવે રૂ. 35-40 થયો છે. છતાં, તેમનો અંદાજ છે કે આખી સિઝનમાં તેઓ 10 લાખથી વધુની આવક મેળવે તેવી શક્યતા છે.
યુવાનો માટે એક નવેસરનું પ્રેરણાસ્રોત
પ્રકાશભાઈએ ગયા ચાર વર્ષથી સતત આધુનિક ટેક્નોલોજી અપનાવી ખેડૂત જીવન બદલ્યું છે. તેમની સફળતા એ સાબિત કરે છે કે જો ઇરાદા પાકા હોય, તો ટેકનિક અને સંકલનથી ખેતી પણ માલામાલ કરી શકે છે.