Duck farming: મરઘાં ઉછેર કરતાં વધુ નફાકારક છે બતક ઉછેર, જાણી લો 10 ફાયદા
Duck farming: હાલના સમયમાં ખેડૂતો માત્ર ખેતી સુધી સીમિત ન રહીને નવી આવકના સ્ત્રોત શોધી રહ્યાં છે. પશુપાલન અને મરઘાં ઉછેર પછી હવે બતક ઉછેર વ્યાપક લોકપ્રિયતા મેળવી રહ્યો છે. ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતો માટે બતક ઉછેર એક સસ્તું અને નફાકારક વિકલ્પ સાબિત થઈ રહ્યું છે. જાણો બતક ઉછેરના 10 મહત્વપૂર્ણ ફાયદાઓ જે તે મરઘાં ઉછેર કરતાં વધુ લાભદાયી બનાવે છે:
1. ઓછા ખોરાકની જરૂરિયાત
બતક પોતાનો ઘણો ખોરાક ખેતરો, બગીચાઓ અને પાણીની આસપાસથી મેળવી લે છે. તેના કારણે પશુપાલકોને ઓછો ખર્ચ આવે છે.
2. કઠણ વિસ્તારોમાં પણ ઉછેર શક્ય
બતકને એવા વિસ્તારોમાં ઉછેરી શકાય છે જ્યાં અન્ય પ્રાણીઓ ઉછેરવાનું મુશ્કેલ હોય.
3. વધુ બુદ્ધિશાળી પ્રાણી
બતક સામાન્ય રીતે મરઘાં કરતાં વધુ બુદ્ધિશાળી હોય છે, જેથી તેનું સંચાલન સરળ બને છે.
4. ઓછી કાળજીમાં ઉછેર શક્ય
બતકને વધારે દેખરેખની જરૂર પડે નહીં, જેના કારણે દૈનિક ખર્ચ પણ ઓછો આવે છે.
5. માછલી ઉછેર સાથે સંકલન સરળ
બતક નાની માછલીઓ પણ ખાઈ જાય છે, જેથી માછલી ઉછેર સાથે બતક ઉછેર કરવું સરળ બને છે.
6. નક્કી સમય પર ઈંડા મૂકે છે
બતક સામાન્ય રીતે સવારના 9 વાગ્યા પહેલાં ઈંડા મૂકે છે, જેનાથી આખો દિવસ બીજી પ્રવૃત્તિઓ માટે સમય મળે છે.
7. તળાવની સફાઈમાં મદદરૂપ
બતક તળાવમાં ઉગતા નકામા છોડ અને ઘાસને રોકવામાં મદદ કરે છે.
8. લાંબા સમય સુધી ઈંડા આપે છે
બતક સતત 2-3 વર્ષ સુધી ઈંડા આપે છે અને એ ઈંડા મરઘાંના ઈંડા કરતાં મોંઘા વેચાય છે.
9. સરળ રહેઠાણ
બતકને ઊંચા ખર્ચ વગર સામાન્ય ઘરમાં રાખી શકાય છે.
10. રોગ સામે પ્રાકૃતિક રક્ષણ
બતકમાં રોગપ્રતિકારક શક્તિ વધુ હોય છે, જેના કારણે દવાઓનો ખર્ચ પણ ઘટે છે.
ઉચ્ચ આવક અને ઓછો ખર્ચ
બતકના ઈંડા અને માંસ બંનેનું વેચાણ મરઘાં કરતાં વધુ ભાવમાં થાય છે. સારી જાતિની બતક વર્ષમાં 300થી વધુ ઈંડા આપે છે. જમીન અને પાણી બંને પર ઉછેર શક્ય હોવાથી પણ બતક ઉછેર વધુ સુગમ છે.
ખેડૂતો માટે બતક ઉછેર એ એક સારી આવકના દરવાજા ખોલે છે. જો યોગ્ય રીતે સંચાલન કરવામાં આવે તો આ વ્યવસાય ખેતી અને અન્ય પશુપાલન કરતાં વધુ નફો આપી શકે છે.