Groundnut crop damaged due to rain : પારંપરિક વાવેતર વચ્ચે કુદરતનો કહેર
Groundnut crop damaged due to rain : અમરેલી જિલ્લામાં ચાલી રહેલા 21 દિવસના અવિરત વરસાદે ખેડૂત સમાજને ચિંતામાં મૂક્યું છે. ખાસ કરીને મગફળીના પાકમાં ભારે નુકસાનની સ્થિતિ ઊભી થઈ છે. સતત ભીની માટી અને વાદળછાયા વાતાવરણના કારણે મગફળીના છોડ પીળા પડી રહ્યા છે અને મૂળ નીચે પરથી કોહવાઈ રહ્યાં છે.
ખેડૂતોની હાલત દયનીય: આશાઓ ધૂળધાણી
જીતુભાઈ લાલજીભાઈ ગેંગડીયા, જેમણે 8 વિઘા જમીનમાં મગફળી વાવી હતી, તેઓ કહે છે કે અવિરત વરસાદે આખો પાક બરબાદ કરી નાખ્યો છે. ખેડૂતો હવે નેતાઓ કે કુદરત – બંને સામે નિરાશ અને લાચાર છે. આવા કપરા સમયમાં ખેડૂતોને સરકાર તરફથી સહાય મળવાની આશા છે.
કારણો શું છે મગફળી પીળી પડવાના?
કૃષિ વિશેષજ્ઞ ચેતન કુંભણીએ જણાવ્યું કે સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મગફળી પીળી પડવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. તેના મુખ્ય કારણોમાં માટીની એકજ જાત પર વારંવાર વાવેતર કરવાથી પોષક તત્વોની ખોટ, પાણી ભરાવ અને વાતાવરણમાં ભેજનો સમાવેશ થાય છે. સાથે સાથે ફેરસ અને સલ્ફરના અભાવને કારણે પણ છોડનો વિકાસ અટકે છે.
ઘરેલું ઉકેલ અને રસાયણિક માર્ગદર્શિકા
મગફળી પીળી પડવાથી બચવા માટે ખેડૂતોએ સમયસર પગલાં લેવા જરૂરી છે. ઘરેલું ઉપાય તરીકે 150 ગ્રામ લીંબુના ફૂલ અને દોઢ કિલો હીરાકોસીને પાણીમાં ઉકાળી પંપ વડે છંટકાવ કરવાથી ફાયદો થઈ શકે છે. ઉપરાંત, બજારમાં ઉપલબ્ધ “ત્રણ એક્કા” દવા અથવા ફેરસ સલ્ફેટ 25% ઘોળીને છંટકાવ કરવાથી પણ છોડને જળવાઈ રાખી શકાય છે.
સરકાર સહાય માટે આગળ આવે એવી અપેક્ષા
હાલની પરિસ્થિતિએ ખેડૂતોને આર્થિક અને માનસિક રીતે ખોટમાં મૂક્યા છે. આવા સમયે સરકાર તરફથી સહાયની જાહેરાત અથવા વીમા ચુકવણીના ઝડપથી નિકાલની રાહ જોવાઈ રહી છે. જો સમયસર પગલાં ન લેવાય, તો મગફળી સાથે ખેડૂતોના સપનાની પણ ધરાશાયી થવાની શક્યતા છે.