increase milk production in cows and buffaloes : દૂધનું ઉત્પાદન ઇન્જેક્શન નહીં, હવે ઔષધીય પાંદડાઓથી વધારશો — જાણો કઈ વનસ્પતિઓ ગાય-ભેંસ માટે છે લાભદાયી
increase milk production in cows and buffaloes : ગુજરાતમાં પશુપાલન એ મુખ્ય વ્યવસાયમાંના એક ગણાય છે. અનેક પશુપાલકો ગાય અને ભેંસના સારા પોષણ માટે અનેક પ્રકારના ઘાસચારા તેમજ પૌષ્ટિક આહાર આપે છે. પરંતુ દૂધના ઉત્પાદનને વધુ પ્રાકૃતિક રીતે વધારવા માટે ઘરગથ્થુ અને ઔષધીય ઉપાયો પણ કારગર સાબિત થઈ શકે છે.
દૂધની માત્રા વધારવા માટે ખોરાકમાં ઉમેરો આ પાંદડા
ઘણા પશુપાલકો દૂધના ઉત્પાદન માટે ઇન્જેક્શન કે મેડિકલ ટોનિકનો સહારો લે છે, જે લાંબા ગાળે પશુઓના આરોગ્ય માટે હાનિકારક થઈ શકે છે. તેના બદલે કેટલાક ઔષધીય છોડના પાંદડાઓના નિયમિત સેવનથી દૂધની માત્રા વધે છે અને પશુનું આરોગ્ય પણ મજબૂત બને છે.
પશુપાલક ભુવનભાઈનો અનુભવ: પાંદડાથી તંદુરસ્તી પણ જળવાઈ
જૂનાગઢના પશુપાલક ભુવનભાઈ સોલંકી પાસે 45થી વધુ ગીર ગાય છે. તેઓ રોજગામે ગાયોને નાગરવેલ, તુલસી, તમાલ પત્ર, લીંમડો અને જીવંતી જેવા ઔષધીય પાંદડા માત્રામાં આપી રહ્યાં છે. ભુવનભાઈના મતે, આ પાંદડાઓથી ગાય તંદુરસ્ત રહે છે અને દૂધમાં પણ ગુણવત્તા રહે છે.
દૂધમાં મળશે ઔષધીય ગુણ
આ ઔષધીય પાંદડાની અસર માત્ર પશુ પર નહીં પણ દૂધ પીનાર પર પણ થાય છે. ગીર ગાયના દૂધમાં તત્ત્વતઃ આયુર્વેદિક ગુણ હોય છે, જે નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના સૌ માટે લાભદાયી સાબિત થાય છે. દૂધ પીવાથી ઈમ્યુનિટી સિસ્ટમ મજબૂત બને છે.
કઈ વનસ્પતિઓ છે ઉપયોગી
ખાસ કરીને નીચે આપેલી ઔષધીય વનસ્પતિઓનો સમાવેશ ખોરાકમાં કરવો જોઈએ:
નાગરવેલ
તુલસી
તામાલ પત્ર
લીંમડો
જીવંતી
અશ્વગંધા
મેથી
કાળીજીરી
હળદર
સુવા
વરિયાળી
દરેક પશુને રોજે રોજ 5થી 10 પાંદડા જેટલી માત્રા આપવામાં આવે તો તેનો સારો લાભ મળી શકે છે.
કૃષિ નિષ્ણાતનું સૂચન: માત્રા મહત્વની છે
ડૉ. આર.એમ. રાજપુરા જણાવે છે કે દૂધાળાં પશુઓને આ ઔષધીય પાંદડાઓ આપવાથી માત્ર દૂધની માત્રા નહીં પરંતુ તેની ગુણવત્તામાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળે છે. પરંતુ તેઓ એ પણ ચેતવે છે કે વધારે માત્રામાં આ પાંદડાઓ આપવાથી નકારાત્મક અસર થઈ શકે છે. એટલે માત્રા પર ખાસ ધ્યાન આપવું જોઈએ.