Lemongrass farming: ઓછી મહેનત, વધુ નફો! તેલની ઊંચી માંગ, દવાઓ અને પરફ્યુમ ઉદ્યોગમાં થાય છે ઉપયોગ
Lemongrass farming: લેમનગ્રાસ એક એવા પાકોમાંનો છે, જે ઓછા ખર્ચે વધુ નફો આપે છે. જો એકવાર તેના મૂળિયાં વાવી દેવામાં આવે, તો વર્ષો સુધી તેનાથી નફો મળી શકે છે. આ પાક ખાસ કરીને ઓછા પાણીવાળી અને ઉઝરડી જમીનમાં પણ ઉગી શકે છે, જે ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થાય છે.
લેમનગ્રાસનું તેલ દવાઓ, પરફ્યુમ, કોસ્મેટિક અને ખાદ્ય ઉદ્યોગમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેનું બજારમાં ઊંચું મૂલ્ય હોવાથી ખેડૂતોને સારો ભાવ મળી શકે છે. તેની માંગ દેશી તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે સતત વધી રહી છે, જેનાથી ખેડૂતો માટે આ પાક એક સુવર્ણ તક બની રહ્યો છે.
સરકાર પણ લેમનગ્રાસની ખેતીને પ્રોત્સાહન આપે છે. વિવિધ યોજનાઓ હેઠળ ખેડૂતોને 50% થી 80% સુધી સબસિડી આપવામાં આવે છે. આ ઉપરાંત, નવી ટેક્નોલોજી અને તાલીમની મદદથી પણ ખેડૂતોને સહાય મળે છે, જેથી તેઓ વધુ સારી ખેતી કરી શકે.
ખેડૂતો માટે આ પાક એ ઉત્તમ વિકલ્પ છે, કારણ કે એકવાર વાવ્યા પછી તેને વારંવાર વાવવાની જરૂર નથી પડતી. જો લેમનગ્રાસની વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવામાં આવે અને બજારમાં યોગ્ય માર્કેટિંગ કરવામાં આવે, તો આ પાક દ્વારા ખેડૂતો વાર્ષિક લાખો રૂપિયાની આવક મેળવી શકે છે.