Maize Farming: મકાઈના પાકમાં ઉચ્ચ ઉત્પાદન માટે ખાતર વ્યવસ્થાપન કેવી રીતે કરવું? જાણો યોગ્ય પદ્ધતિ
Maize Farming: ભારતમાં મકાઈ એક મહત્વપૂર્ણ ખરીફ પાક છે, જે આંધ્રપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, ગુજરાત અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં વ્યાપક પધ્ધતિએ ખેતીમાં લેવામાં આવે છે. ખેડૂતોને મકાઈની ખેતીમાંથી વધુ નફો મેળવવો હોય તો યોગ્ય તાપમાન, પાણીનું સંચાલન અને ખાતર વ્યવસ્થાપન સૌથી મહત્વપૂર્ણ છે. ખાસ કરીને ખાતરનું પ્રમાણ અને સમયસર ઉપયોગ પાકના ઉત્પાદનમાં મોટો ફેરફાર લાવે છે.
મકાઈ પાક માટે યોગ્ય તાપમાન અને પૂર્વ તૈયારી
મકાઈની સારી ઉપજ માટે 21°C થી 30°C તાપમાન આદર્શ માનવામાં આવે છે. વાવણી પૂર્વે ખેતરમાં જમીનની ગુણવત્તા તપાસવી અત્યંત જરૂરી છે. પૌષ્ટિક તત્ત્વોની અછત હશે તો ઉત્પાદન ઘટી શકે છે. આ કારણે, વાવણી પહેલાં પ્રતિ હેક્ટરે 10 થી 15 ટન પ્રમાણમાં સડેલું ગાયનું છાણ જમીનમાં ભેળવવું જરૂરી છે, જેથી જમીન ઉર્વર બને અને પાકનો વિકાસ વધુ સારો થાય.
મકાઈમાં જરૂરી ખાતરો અને પ્રમાણ
- નાઇટ્રોજન (Nitrogen):
મકાઈના લીલા પાંદડા અને અનાજની સંખ્યા વધારવા માટે નાઇટ્રોજન મહત્વપૂર્ણ છે.- ખાતર: યુરિયા (46% N)
- પ્રમાણ: 260 થી 320 કિગ્રા/હેક્ટર (અંદાજે 120 થી 150 કિગ્રા નાઇટ્રોજન)
- ફોસ્ફરસ (Phosphorus):
મૂળના વિકાસ અને અનાજની ગુણવત્તા માટે જરૂરી.- ખાતર: DAP (18:46:0)
- પ્રમાણ: 130 થી 170 કિગ્રા/હેક્ટર (અંદાજે 60 થી 80 કિગ્રા P₂O₅)
- પોટાશ (Potash):
છોડની રોગપ્રતિકારક શક્તિ વધારવા અને ગુણવત્તા માટે મહત્વપૂર્ણ.- ખાતર: મ્યુરિએટ ઓફ પોટાશ (MOP)
- પ્રમાણ: 65 થી 100 કિગ્રા/હેક્ટર (40 થી 60 કિગ્રા K₂O)
- ઝીંક અને સલ્ફર:
ઝીંકની ઉણપથી પાંદડા પીળા પડે છે. તેનો નિરાકાર કરવા માટે જમીનમાં વાવણી સમયે- ખાતર: ઝીંક સલ્ફેટ
- પ્રમાણ: 25 કિગ્રા/હેક્ટર ભેળવો
સાવચેતીઓ:
જ્યારે પણ ખાતર ભેળવો, તે યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય સમયે કરવું જરૂરી છે. વધુ ખાતર કે ખોટી રીતથી આપવાથી પાકને નુકસાન થઈ શકે છે. જમીન પરીક્ષણ કર્યા પછી જ ખાતર યોજના બનાવવી વધુ લાભદાયક રહેશે.
મકાઈના ઊંચા ઉત્પાદન માટે યોગ્ય ખાતર વ્યવસ્થાપન અનિવાર્ય છે. ખેડૂતોએ વૈજ્ઞાનિક પદ્ધતિથી ખાતરનો ઉપયોગ કરીને વધુ ઉપજ, ગુણવત્તા અને નફો મેળવી શકે છે.