Natural Farming Success Story: કુદરતી ખેતીથી સફળતાની છાપ છોડનારી રામદેવી: દર મહિને કમાય છે લાખો રૂપિયા
Natural Farming Success Story: આંધ્રપ્રદેશના એનટીઆર જિલ્લાના ચેવુતુરુ ગામની એક સામાન્ય ખેડૂત મહિલા રામદેવી, આજે કુદરતી ખેતીના ઉદાહરણ રૂપ બની ગયા છે. વિપરીત પરિસ્થિતિમાં પણ હિંમત ન હારી અને કુદરતી ખેતી દ્વારા ટકાઉ આવકના સ્ત્રોત ઊભા કર્યા. એક સમયે ખેતી છોડી દેવાનો નિર્ણય કરનારી રામદેવી હવે દર મહિને લાખોની આવક મેળવી રહી છે.
પાક નિષ્ફળતાથી નિરાશાથી આત્મવિશ્વાસ સુધીનો સફર
રામદેવી અને તેમના પતિ શ્રીનિવાસ રાવે વર્ષો સુધી 2.30 એકર જમીનમાં કપાસ ઉગાડવાનો પ્રયાસ કર્યો. પરંતુ સતત પાક નિષ્ફળ જતા તેઓ નિરાશ થઈ ગયા. વધારે ખાતર વાપરતા માટી ખરાબ થઈ ગઈ હતી, બોરવેલ ન હોવાથી પાણી માટે પડોશીઓ પર આધાર રાખવો પડતો હતો. જેના કારણે 5 વર્ષ સુધી ખેતી બંધ રાખી હતી.
વળાંક લાવ્યું કુદરતી ખેતી જાગૃતિ સત્રએ
વર્ષ 2018માં રામદેવી એઆરએસએસ અને APCNF દ્વારા આયોજિત કુદરતી ખેતી જાગૃતિ કાર્યક્રમમાં જોડાઈ. ત્યાંથી તેમને કુદરતી ખેતી અંગે જ્ઞાન મળ્યું અને રસોડા માટે શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું. પછી આખા બગીચામાં પણ કુદરતી પદ્ધતિ અપનાવી.
કેમિકલ મુક્ત ખેતી અને નવી આશા
રામદેવીએ તેમના બગીચામાં ચોમાસા પહેલાંની સૂકી વાવણી, પાક વિવિધતા, જીવામૃત અને લીમડાના આધારે જીવાડા જેવા ઇનપુટ્સનો ઉપયોગ કર્યો. જમીનમાં ભેજ જળવાઇ રહેતું હોવાથી હવે પાક નબળો પડતો નથી. 2024માં આવેલા પૂર દરમ્યાન પણ તેમનો કપાસનો પાક બચી ગયો હતો, જ્યારે બાકી કેમિકલ ખેતી કરનારાઓને ભારે નુકસાન થયું.
દર મહિને મળે છે સ્થિર આવક
હવે રામદેવી કપાસમાંથી ₹64,000 અને આંતરપાકમાંથી ₹38,000ની આવક મેળવતી થઈ છે. ઉપરાંત તેમણે શાકભાજીનો “Any Time Money” મોડેલ પણ વિકસાવ્યો છે, જે દર મહિને ₹10,000ની આવક આપે છે.
રામદેવી આજે ખેડૂતો માટે જીવંત પ્રેરણા છે. તેઓનો ઉદ્દેશ હવે અન્ય ખેડૂતોને પણ કુદરતી ખેતી તરફ દોરવાનો છે – જ્યાં ધરતી બચે છે, જીવતંત્ર જળવાઈ રહે છે અને આવકમાં પણ વૃદ્ધિ થાય છે.