Paddy Variety: પાણીની અછતમાં પણ મળી રહી છે ડાંગરની બમ્પર ઉપજ, જાણો કઈ જાતો છે શ્રેષ્ઠ
Paddy Variety: આજના સમયમાં, જયારે આબોહવા પરિવર્તન ખેતી પર ઊંડી અસર છોડી રહ્યું છે, ત્યારે ખાસ કરીને વધુ પાણી માંગતા પાકો જેવા કે ડાંગર માટે સ્થિતિ વધુ કઠિન બની ગઈ છે. કમોસમી વરસાદ, દુષ્કાળ અને પાણીની અછતને કારણે ઉપજ પર અસર પડી રહી છે. જોકે, કૃષિ વૈજ્ઞાનિકોએ આ સમસ્યાનો ઉપાય શોધી કાઢ્યો છે અને એવી જાતો વિકસાવી છે કે જે ઓછા પાણીમાં પણ ઉત્કૃષ્ટ ઉપજ આપી શકે છે.
1. ડબલ્યુ.જી.એલ. 32100 (WGL 32100)
આ જાતના દાણા નાના અને પાતળા હોય છે અને તેની છોડની ઊંચાઈ ઓછી હોવાને કારણે તેની દેખરેખ કરવી સરળ બને છે. પાક લગભગ 125 થી 130 દિવસમાં તૈયાર થઈ જાય છે અને એક હેક્ટરમાં આશરે 55 થી 60 ક્વિન્ટલ ઉપજ મળી શકે છે, જે પાણીની અછતવાળા વિસ્તારો માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે.
2. પુસા સુગંધ 5
આ હાઇબ્રિડ જાત તેની સુગંધ, ઉત્તમ ગુણવત્તા અને ઊંચી ઉપજ માટે જાણીતી છે. સૌથી મોટી ખાસિયત એ છે કે તે રોગપ્રતિકારક છે, જેથી ઓછા જંતુનાશકમાં પણ સારી ઉપજ મળે છે. 120 થી 125 દિવસમાં પાક તૈયાર થાય છે અને એક એકરમાં 25 થી 30 ક્વિન્ટલ ઉપજ મળી શકે છે.
3. IR-36
આ દુષ્કાળ સહનશીલ જાત ખાસ કરીને ઓછા વરસાદવાળા વિસ્તારો માટે તૈયાર કરવામાં આવી છે. આ પાક લગભગ 115 થી 120 દિવસમાં પાકી જાય છે અને દરેક હેક્ટરમાં અંદાજે 40 થી 45 ક્વિન્ટલ ઉપજ આપે છે.
જ્યાં પાણીની અછત છે, ત્યાં હવે ડાંગર છોડવાનો સમય ગયો. નવી તકનિકી અને વૈજ્ઞાનિક રીતે વિકસિત જાતો અપનાવવાથી ખેડૂતો ઓછા જળમાં પણ બમ્પર ઉપજ મેળવી શકે છે.