PM-Kisan 20th Installment: પીએમ કિસાન 20મો હપ્તો જુલાઈમાં આવી શકે
PM-Kisan 20th Installment: પીએમ કિસાન યોજના હેઠળ 20મો હપ્તો જુલાઈના પ્રથમ સપ્તાહમાં જારી થઈ શકે છે, જોકે તારીખ જાહેર થઈ નથી. 19મો હપ્તો 24 ફેબ્રુઆરી, 2025એ ખેડૂતોના ખાતામાં જમા થયો હતો. એ સમયે 20મો હપ્તો જૂનમાં જ આવશે એવી આશા હતી, પરંતુ સરકાર તરફથી કોઈ પુષ્ટિ જાહેર થઈ નથી.
પીએમ કિસાનમાં નામ અલગ હોય તો શું થશે?
પીએમ કિસાન યોજના હેઠળ દર વર્ષે 3 હપ્તામાં રૂ. 6,000 ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થાય છે. આધાર કાર્ડ પરનું નામ અને પીએમ કિસાન પરનું નામ અલગ હોય તો તમારું પેમેન્ટ અટકી શકે છે.
નામમાં ભૂલ કેવી રીતે સુધારવી?
જો પીએમ કિસાન પોર્ટલ પર તમારું નામ આધાર મુજબ નથી, તો ઘરે બેઠાં જ એ ભૂલ સુધારી શકો છો.
ઓનલાઇન પદ્ધતિ:
PM-Kisan Portal પર જાઓ
‘Farmer Corner’ > ‘Update Self-Registered Farmer’ પર ક્લિક કરો
આધાર નંબર દાખલ કરો અને કેપ્ચા ભરો
આધાર મુજબ નામ એડિટ કરી સબમિટ કરો
ઓફલાઈન પદ્ધતિ:
સાથે લઇ જાવ:
આધાર કાર્ડ
જમીન રેકોર્ડ
બેંક પાસબુક
PM-કિસાન ID (જો ઉપલબ્ધ હોય)
PM-કિસાન હપ્તો કેવી રીતે ચકાસવો?
PM-Kisan Portal પર જાઓ
‘Know Your Status’ પર ક્લિક કરો
નોંધણી નંબર કે આધાર નંબર દાખલ કરો
લાભાર્થી યાદીમાં તમારું નામ ચકાસો
eKYC જરૂરી છે!
PM-કિસાન હપ્તો મેળવવા માટે eKYC પૂર્ણ કરવું જરૂરી છે. eKYC વગર તમારું પેમેન્ટ અટકી શકે છે.