Retired Man Grows Dragon Fruit: નિવૃત બેંકર હવે ડ્રેગન ફ્રૂટની ખેતીથી દર વર્ષે કરે છે 50 લાખની કમાણી
Retired Man Grows Dragon Fruit: નીવૃત્તિ પછી આરામથી જીવન જીવવાના બદલે, કેરળના રન્ની ગામના પૂર્વ બેંકર જોસેફ કે.એ.એ ખેતી તરફ વળવાનો રસ્તો પસંદ કર્યો. જોકે તેઓનો શોખ આજે લાખો રૂપિયાની કમાણીનો એક મોટો સ્ત્રોત બની ગયો છે. વર્ષો પહેલા જ્યાં તેઓ રબરના છોડ ઉગાડતા હતા અને નુકસાન ભોગવતા હતા, ત્યાં હવે તેઓ ડ્રેગન ફ્રૂટના બગીચાથી વર્ષે અંદાજે 50 લાખ રૂપિયા કમાઈ રહ્યા છે.
જોસેફે 2016માં રબરની ખેતી છોડીને ડ્રેગન ફ્રૂટ ઉગાડવાનું નક્કી કર્યું. શરૂઆતમાં તેમણે માત્ર 200 છોડથી પ્રયોગ શરૂ કર્યો. આજના દિવસે જોસેફ 10 એકરથી વધુ જમીનમાં લગભગ 20 હજાર છોડની ખેતી કરે છે. તેમના ખેતરમાં 5000 જેટલા કોંક્રિટના થાંભલાઓ છે, જેમાં દરેક થાંભલાએ 4 છોડનો આધાર લીધો છે.
જોકે આ સફર સરળ ન હતી. શરૂઆતમાં લોકો ડ્રેગન ફળ વિશે અજાણ હતા. ફળનું માર્કેટિંગ કરવું પણ પડકારજનક હતું. જોસેફે લોકજાગૃતિ અભિયાન શરૂ કર્યું અને ફળના ગુણધર્મો વિશે માહિતી ફેલાવી. આજે તેમની ખેતીનું ફળ માત્ર સ્થાનિક બજાર સુધી મર્યાદિત નથી, પણ ગલ્ફ દેશોમાં પણ નિકાસ થાય છે.
જેમ તેમણે ખેતી માટે માત્ર ઓર્ગેનિક પદ્ધતિઓ અપનાવી છે — તેમાં દેશી ખાતર અને લીમડાના ઘોળનો સમાવેશ થાય છે. તેઓ રોજ સવારે છ વાગ્યે ખેતરમાં પહોંચીને કામગીરી શરૂ કરે છે. આ પ્રકારની નિષ્ઠા અને નવીન વિચારસરણીને કારણે જોસેફ આજે અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બની ગયા છે.
તેઓએ માત્ર ખેતીથી નફો કમાવ્યો નથી, પણ ખારાશભરી જમીનને પણ હરીયાળી બનાવવાની સફળતા મેળવી છે.
શું તમે પણ ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધવા વિચારો છો?