White jamun farming in Gujarat: તેઓ દ્રાક્ષ, લાલ કેળા, મધમાખી પાલન અને થાઈલેન્ડી ફળજાતોમાં પણ કરે છે નવીન પ્રયાસ
White jamun farming in Gujarat: વડોદરાનું વેમાર ગામ આજકાલ ખેતી જગતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, કારણ કે અહીંના રાકેશભાઈ પટેલે અસાધારણ પગલાં ભરી ગુજરાતની ધરતી પર મલેશિયાની દુર્લભ સફેદ જાંબુ સફળતાપૂર્વક ઉગાડ્યા છે.
અભ્યાસે એન્જિનિયર અને વ્યવસાયે કુદરતી ખેડૂત એવા રાકેશભાઈ છેલ્લા અનેક વર્ષોથી વિવિધ ફળજાતોની શૈલિબદ્ધ ખેતી કરે છે. તેમને ખાસ જાણીતી બનાવે છે તેમની નવીન પદ્ધતિઓ, જેમાં તેઓ મલ્ટી-ક્રોપ પદ્ધતિ અપનાવે છે અને કેરીથી માંડીને સરગવા અને લોગન જેવી દુર્લભ જાતોના ફળો ઉગાડે છે.
મલેશિયા પ્રવાસમાંથી શરૂ થયો સફેદ જાંબુનો સફર
રાકેશભાઈએ ચાર વર્ષ અગાઉ મલેશિયા પ્રવાસ દરમિયાન સફેદ રંગના અનોખા જાંબુ જોયા હતા. તેને જોઈને વિચાર્યું કે “આ મારી ધરતી પર પણ શક્ય છે.” તેઓએ 16 રોપા લાવી પોતાની ખેતરમાં કુદરતી પદ્ધતિથી ઉગાડ્યા. આજે તેઓ બીજી સતત સિઝનમાં 12 વૃક્ષો પરથી ઉત્પાદન મેળવી રહ્યા છે. આ જાંબુ ખાસ કરીને દુબઈ, મુંબઈ અને સુરતના બજારમાં પહોંચીને લોકપ્રિય બન્યા છે.
સફેદ જાંબુની વિશેષતા:
શરુઆતમાં મીઠો અને અંતે તીખો સ્વાદ
એક કિલો ભાવે ₹400
ગત વર્ષે 75 કિલો ઉપજ
આ વર્ષે આશરે 20 કિલો પ્રતિ વૃક્ષ આશા
ભારતીય બજારમાં દુર્લભ
વિદેશી નિકાસમાં પણ રોકાયેલા
અન્ય સફળ પ્રયાસો:
લાલ કેળા: દક્ષિણ ભારતીય જાત, Tissue Culture દ્વારા
થાઈલેન્ડની જેકફ્રૂટ અને બ્લૂબેરી જેવી જાતોનું ટ્રાયલ
મધમાખી પાલન (ટ્રાયગોના જાત): ડંખ વગર, મધ ભાવે ₹4500 પ્રતિ કિલો
ત્રણ જાતનો નેપિયર ઘાસ – પશુઓ માટે
પોતાનું દૂધ ઉત્પાદિત ગૌશાળામાં 18 દેશી ગાય
કૃષિ અને કુદરત વચ્ચેની સંવાદ યાત્રા
રાકેશભાઈનું માનવું છે કે કૃષિ માત્ર પેદાશની યાત્રા નથી – એ મનુષ્ય અને ધરતી વચ્ચેની સંવાદ યાત્રા છે. તેઓ પરંપરા અને નવીનતાનું સુંદર સંતુલન સાધે છે અને ખાસ કરીને યુવાનોને પ્રેરણા આપે છે. તેમનો પુત્ર તપસ્વી પટેલ પણ હવે ખેતીમાં જોડાયો છે – જે બતાવે છે કે આ પરિવર્તન પેઢી દર પેઢી આગળ વધે છે.