અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજથી IPL 2023નો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે અભિનેત્રી તમન્ના ભાટિયાએ ઉદઘાટન સમારોહ અગાઉ રિહર્સલ કર્યું હતું.
અમદાવાદમાં ક્રિકેટ રસિયાઓ અલગ મૂડમાં જોવા મળી રહયા છે અને ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપરકિંગ્સ વચ્ચે ઓપનિંગ મેચ થશે. દરમિયાન આજની મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે, જેથી 1.15 લાખ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું જોવા મળશે.
બપોરે 3:30 વાગ્યાથી લોકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવનાર છે.
આ તકે બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા, કેટરીના કૈફ અને સિંગર અરિજિતસિંહ ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મન્સ કરશે.
આજે ઓપનિંગ સેરેમની દરમિયાન 1500 જેટલા ડ્રોન મારફતે આઇપીએલ 2023ના કપની કૃતિ આકાશમાં બનાવવામાં આવશે.
પ્રથમ મેચ પહેલા આઇપીએલ-16નો ભવ્ય ઉદઘાટન સમારોહ યોજાશે. જેમાં જાણીતા ગાયક અરિજિત સિંહ, અભિનેત્રી તમન્ના ભાટિયા, રશ્મિકા મંદાના સહિતના સ્ટાર પરફોર્મ કરશે તેઓએ આ માટે રિહર્સલ પણ કર્યું હતું.