Author: Editor's Desk

Screenshot 20230819 190829 Chrome

આણંદ કલેક્ટર કચેરીમાં સ્પાય કેમેરા લગાવવા મુદ્દે થયેલી તપાસમાં એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ, નાયબ મામલદાર જે.ડી. પટેલ અને અન્ય એક કર્મચારીના નામ સામે આવતા તેઓની અટકાયત કરવામાં આવી છે. મહત્વનું છે કે કલેક્ટરની ચેમ્બરમાં સ્પાય કેમેરો લગાડવાના પ્રકરણમાં તપાસ કરવા ખુદ ગુજરાત એટીએસ ફરિયાદી બન્યું છે અગાઉ પણ બે યુવતીઓને ચેમ્બરમાં મોકલવામાં આવી હોવાની માહિતી સામે આવી છે અને કલેક્ટર અશ્લિલ હરકત કરતા કેમેરામાં કેદ થયા હતા. એટીએસની પૂછપરછમાં કેતકી વ્યાસ સહિત ત્રણેયે કેમરા લગાવવા અંગે સ્વીકાર કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે આણંદ કલેક્ટર ડી. એસ. ગઢવી સામે એક વીડિયો-ક્લિપ વાઇરલ થવાની ઘટના બની હતી. આ અંગે પૂરાવા સાથે મુખ્યમંત્રીને…

Read More
20230819 114314 1

રાજ્યમાં લોકસભાની ચૂંટણીઓ માથા ઉપર છે અને ભાજપમાં હજુ પત્રિકા વિવાદ ગોથે ચડેલો છે,ભાજપે લોકસભાની ચૂંટણીઓ પહેલા ઉત્તર ગુજરાતમાં પાટણ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને અમિત શાહ વારંવાર પાટણ આંટો મારી રહયા છે. ગુજરાતમાં કોંગ્રેસે સંગઠનમાં ફેરફાર કરી વ્યૂહ રચના ગોઠવવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે પાટણ નું ગણિત સમજવું પડે. પાટણ લોકસભા બેઠકમાં આવતી 7 વિધાનસભા સીટ, જેવી કે પાટણ, ચાણસ્મા, રાધનપુર, સિદ્ધપુર, કાંકરેજ, વડગામ અને ખેરાલુનો સમાવેશ થાય છે. આ 7 સીટમાંથી 4 સીટ પર કોંગ્રેસનો, જ્યારે 3 સીટ પર ભાજપનો વિજય થયો છે. વિધાનસભા ચૂંટણી 2022માં કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો અને માત્ર 17 સીટમાં…

Read More
Screenshot 20230819 105317 Chrome

કુખ્યાત બુટલેગર નાગદાન ગઢવીને વડોદરા સેન્ટ્રલ જેલમાંથી ખેડાની કોર્ટમાં જાપ્તા સાથે હાજર કરાયા બાદ ખેડાથી વડોદરા પરત ફરતી વખતે સમા-સાવલી રોડ ઉપર બુટલેગરને છાતીમાં દુઃખાવો ઉપડતા નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં તેને તબીબોએ મૃત જાહેર કર્યો હતો. તબીબોના મત મુજબ હ્રદય રોગનો હુમલો આવવાના કારણે મોત બુટલેગરનુ મોત નીપજ્યું છે. જૂનાગઢના માથાભારે બુટલેગર નાગદાન પ્રભુદાન ટાપરીયા (ગઢવી) સામે ગુજરાતના અનેક શહેરોમાં 31 કરતા વધુ ગુનાઓ નોંધાયેલા છે. જે પૈકી ખેડા જિલ્લામાં પણ તેની સામે ગુનાઓ નોંધાયેલા હોય જે ગુના હેઠળ વડોદરા સેન્ટ્રલ જેલમાંથી કડક જાપ્તા સાથે ખેડા કોર્ટમાં હાજર કરાયો હતો જ્યાંથી વડોદરા પરત ફરતી વખતે નાગદાન ગઢવીને…

Read More
ZQm1GfUL Screenshot 20230819 104012 Chrome

જે યુવાનો પોલીસ ખાતામાં જવા ઈચ્છે છે અને વહેલા ઉઠીને દોડવા જઇ રહયા છે અને આ લાઈન માટે તૈયારીઓ કરી રહયા છે તેવા યુવાનો માટે ટૂંક સમયમાં ભરતીની તારીખ જાહેર થશે. રાજ્યમાં 12000 પોલીસની ભરતી થશે, સપ્ટેમ્બર મહિના બાદ પોલીસ ભરતીમાં ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે. ગૃહ વિભાગ પોલીસ ખાતામાં આ વર્ષે 8 હજાર કર્મચારીની ભરતી કરશે, જેમાં બિન હથિયારી PSIની 325 જગ્યા પર ભરતી કરાશે. હથિયારી, બિનહથિયારી કોન્સ્ટેબલની 6324 જગ્યા પર ભરતી કરાશે. જેલ સિપાહી પુરુષની 678 અને મહિલાની 57 જગ્યા પર ભરતી કરાશે. અત્રે નોંધનીય છે કે IPS હસમુખ પટેલને એડિશનલ DGનો વધારાનો ચાર્જ સોંપાયો છે તેમજ CID ક્રાઈમના…

Read More
Screenshot 20230819 102325 Chrome

સુરતમાં રોગચાળો વકરતા લોકો ફફડી ઉઠ્યા છે, છેલ્લા 30 દિવસમાં રોગચાળામાં સપડાયેલા 28 લોકોના મોત થઈ ગયા છે અને છેલ્લા 72 કલાકની વાત કરવામાં આવેતો રોગચાળામાં સપડાયેલા 3 બાળક સહિત કુલ 6 લોકોના મોત થઈ ગયા છે. સુરતમાં મેલેરીયાના 7, તાવના 76 કેસ નોંધાયા છે તથા ડેન્ગ્યુના 24 અને ગેસ્ટ્રોના 38 કેસ નોંધાયા છે. રાજ્યમાં ચોમાસાના કારણે રોગચાળામાં વધારો થયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં રોગચાળો વધ્યો છે. છેલ્લા 12 દિવસમાં 38 ડાયરિયાના કેસ સાથે સાઉથ ઝોન વિસ્તારમાં મોતના આંકડા વધ્યા છે. દિનપ્રતિદિન ડેન્ગ્યુ, ટાઈફોઈડ, તાવના કેસ વધ્યા છે. ગેસ્ટ્રો, મેલેરીયા, કોલેરા અને કમળાના કેસ નોંધાઈ રહ્યા છે. સુરતમાં સિવિલ-સ્મિમેર હોસ્પિટલના…

Read More
Screenshot 20230819 095958 Chrome

વલસાડમાં GSTની રેડ પડી છે પરિણામે સબંધિત વર્તુળોમાં ભારે ફફડાટ ફેલાયો છે. વલસાડ જિલ્લામાં GST વિભાગ દ્વારા ટોબેકોના હૉલસેલ વેપારીઓ ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરતા ફફડાટ ફેલાયો છે. વલસાડ જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર GST વિભાગની ટીમે રેડ કર્યા હોવાના અહેવાલ છે. વલસાડમાં બિલ વગર ટોબેકોનો મોટાપાયે ગેરકાયદેસર ધંધો થતો હોવાની બાતમી મળી હતી. GST વિભાગની રેડ પડતા ટોબેકોના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. મળતી માહિતી વાપીમાં શક્તિ સેલ્સ, ભેરુ સ્ટોર તથા આર.એસ ટ્રેડર્સ સહિત વલસાડમાં 3થી 4 દુકાનોમાં GST વિભાગની રેડ પડી હોવાના અહેવાલ છે. વલસાડ જિલ્લામાં GST વિભાગના સર્ચ ઓપરેશનથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

Read More
Screenshot 20230818 191952 Word

વલસાડ જીલ્લામાં વાહનચોરીના બનાવ બનતા અટકાવવા તથા અનડીટેકટ વાહન ચોરીના ગુન્હા શોધી કાઢવા માટે સુરત વિભાગ , સુરતના પોલીસ મહાનિરીક્ષક વી.ચન્દ્રસેકર તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી , ડૉ.કરણરાજ સિંહ વાધેલાની સુચના મુજબ વલસાડ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેકટર વી.બી.બારડના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પો.સબ.ઇન્સ. કે.એમ.બેરીયાના નેતૃત્વ હેઠળની ટીમ વાપી ડુંગરી ફળીયા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હરીયાણા રાજય રજીસ્ટ્રેશનની સફેદ કલરની રેનોલ્ટ કાર નં . HR – 05 – AQ – 4687 સાથે ત્રણ ઇસમોને શંકાસ્પદ હાલતમાં ઝડપી પુછપરછ કરી તેઓ વિરૂધ્ધ સીઆર.પી.સી.કલમ ૪૧ ( ૧ ) ડી , ૧૦૨ મુજબ કાર્યવાહી કરી તપાસ હાથ ધરવામાં આવેલ અને આરોપીઓના કબજામાંથી…

Read More
Screenshot 20230818 141245 Chrome 1

જુગાર રમવો અને રમાડવો ગુનો હોવા છતાં વલસાડ નજીક મહારાષ્ટ્રની બોર્ડર ઉપર તલાસરીમાં ખુલ્લેઆમ જુગારના અડ્ડા ચાલે છે અહીં આવેલી હોટલ ગ્રીન વ્યુ મેંગો રિસોર્ટમાં હોટલનો સંચાલક શૈલેષ તમન્ના જુગારનો અડ્ડો ચલાવી રહ્યો છે અને તેના સંબંધો કુખ્યાત માથાભારે ઈસમો સાથે છે. આ હોટલમાં દમણ-સેલવાસ સહિત વાપીના જુગારીયાઓ અને બુટલેગરો પડ્યા પાથર્યા રહે છે. જ્યારે તલાસરીમાં બીજો જુગારનો અડ્ડો માથાભારે ગણાતો “જીપુ દાદા”નામનો ઇસમ પણ ચલાવી રહ્યો છે. ગ્રીન વ્યુ હોટલ મેંગોના સંચાલક શૈલેષ તમન્નાના જુગારના અડ્ડામાં ગુજરાતના બુટલેગરો હોટલ પર ધામા નાખીને બેઠા હોય છે અહીં ખુલ્લેઆમ ચાલતા જુગારના આંકડા તલાસરી પોલીસની રહેમ નજર હેઠળ ચાલી રહ્યા છે. બીજી તરફ…

Read More
Screenshot 20230818 122010 Chrome

વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં SOGની ટીમે રેડ કરી અહીંના પરીન એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાંથી શંકાસ્પદ કેમિકલ ઝડપી લઈ એક ઇસમની ધરપડક કરી છે. વિગતો મુજબ વડોદરા શહેરના બાવરી કુંભારવાડાના ગુજરાત વુડ કમ્પાઉન્ડ ખાતે આવેલા પરીન એન્ટરપ્રાઇઝમાં શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઉતારી તેનું વેચાણ કરવામાં આવી રહ્યા અંગેની વડોદરા શહેર SOGને બાતમી મળતા SOGની ટીમે રેડ કરતા ગોડાઉનમાં ભુરા રંગના 4 મોટા બેરલ મળી આવ્યા હતા જેની ચકાસણી કરતા તેમાં ઇથાઇલ એસીટેટ હોવાનું જણાઇ આવ્યું હતું. આ કેમિકલ રંગવિહિન, ઝડપથી સળગીજાય તેવુ અને મીઠી વાસવાળો હતો. બીજા એક બેરલની ચકાસણી કરતા તેમાં ટોલ્યુઇન હોવાનું જણાયું હતું. આ કેમિકલ રંગવિહિન, ઝડપથી સળગીજાય તેવુ અને અલગ…

Read More
20230818 120005

ગુજરાતમાં કોંગ્રેસે હવે ભાજપ સામે પોતાનો પક્ષ મજબૂત કરવા તૈયારીઓ શરૂ કરી છે અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિ સિંહ ગોહિલની નિમણૂક કર્યા બાદ હવે ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે મુકુલ વાસનિકની નિમણૂક કરી પક્ષને મજબૂત કરી ચૂંટણી પહેલાની રણનીતિ ગોઠવવાનું શરૂ કર્યું છે. જોકે,લોકસભાની આગામી ચૂંટણીમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સંયુક્ત રીતે ચૂંટણી લડશે તેવુ કોઈ નિવેદન કોંગ્રેસ તરફથી હજુ સામે આવ્યું નથી પરિણામે ઈશુદાન ગઢવી દ્વારા થયેલા નિવેદન મામલે કોંગ્રેસ તરફથી કોઇ ફોડ પાડવામાં નહિ આવતા હવે બન્ને વચ્ચેના જોડાણની વાતો માત્ર અફવા બની રહી છે. આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના નિવેદન અંગે કોંગ્રેસ બાદ પ્રવક્તા…

Read More