અમદાવાદના એસ.જી.હાઇવે પર આવેલી હોટલ ક્રિષ્નામાં એક સ્પા યુવતી અને તેનો પાર્ટનર રાત રોકાવા માટે આવે છે અને યુવતીનો પાર્ટનર વહેલી સવારે જતો રહે છે અને યુવતીનું રહસ્યમય સંજોગોમાં મોત થઈ જાય છે આ પ્રકરણમાં આ ઘટના મર્ડર છે કે કુદરતી તે વાત હજુ અધ્ધર છે.
અમદાવાદના સરખેજ-ગાંધીનગર હાઇવે પર આવેલી હોટેલ ક્રિષ્નામાં ગતતા.23 એપ્રિલ અને રવિવારની રાત્રે હોટલમાં નોંધાયેલી એન્ટ્રી મુજબ આ હોટલના રૂમ નંબર 303માં 24 વર્ષની રેબેકા લાલમપુઈ તેના મિત્ર નિશાંત કંસારા સાથે આવી હતી. જે સીસીટીવીમાં પણ સ્પષ્ટ રીતે જોવા મળે છે.
આ બન્નેની સાથે કે લાલમપુઇ ઝોમીગલીઆના પણ તેના મિત્ર રાફેલ સાથે આવે છે. આ બન્ને કપલ હોટલના અલગ-અલગ રૂમમાં આખી રાત વિતાવે છે.
બન્ને કપલે અલગ અલગ રૂમમાં આખી રાત વિતાવ્યા બાદ રેબેકાનો મિત્ર 24 એપ્રિલને સોમવારની સવારે જતો રહે છે. ત્યાર બાદ સવારના 7 કલાક અને 10 મિનિટે રૂમ નંબર 303નો દરવાજો ખુલ્લો હોવાનું માલૂમ પડતા હોટલનો કોઈ કર્મચારી રૂમનું દ્રશ્ય જોઈ બૂમ પાડી ઉઠે છે કારણકે તેની સામે સફેદ બેડશીટ કવર પર ગુલાબી રંગના નાઇટ ડ્રેસ પહેરેલી રેબેકા મૃત હાલતમાં પડેલી હતી.
આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા બોડકદેવ પોલીસની ટીમ પણ ક્રિષ્ના હોટલના રૂમ નંબર 303માં પહોંચે છે. પોલીસ આવ્યા બાદ ડોક્ટરની એક ટીમ આવે છે અને રેબેકાને તપાસે છે, જેમાં તેનું મૃત્યુ થઈ ગયું હોવાની પુષ્ટી થાય છે. જેથી થોડીવાર બાદ એફએસએલની ટીમ પણ ત્યાં આવી જાય છે. પ્રાથમિક તપાસમાં પોલીસને શરીર પર કોઈ પણ ઇજાના નિશાન દેખાતા નથી એટલે રેબેકાની લાશને પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવામાં આવે છે. ત્યાર બાદ આ યુવતીની ઓળખ કરવામાં આવે છે. જેમાં તે મૂળ મિઝોરમની રહેવાસી અને સ્પા ગર્લ હોવાનું સામે આવે છે અને નવરંગપુરાના સ્પામાં કામ કરતી હોવાનું ખુલે છે.
રેબેકા સાથે આવેલો નિશાંત કંસારા સત્તાધાર ચાર રસ્તા પાસે આવેલા કર્મચારીનગરમાં રહે છે. જ્યારે મૃતક સ્પા ગર્લ એવી રેબેકા નવરંગપુરામાં સ્વસ્તિક ચાર રસ્તા પાસે આવેલા મિલેનિયમ સ્પામાં કામ કરતી હતી અને ત્યાં જ રહેતી હોવાનું ખુલ્યું છે.
બીજી તરફ નોર્થ ઇન્ડિયન યુવતી રેબેકાનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હોવાની જાણ થતા તેના પરિચિતોને કરવામાં આવતા તેઓ ત્યાં પહોંચી ગયા હતા.
જો કે રેબેકાનો મૃતદેહ વતનમાં મોકલવા માટે તેમના પરિચિતો પાસે જરૂરી ખર્ચના પૈસા પણ નહિ હોવાથી પોલીસે રૂ.40 હજાર ભેગા કરીને યુવતીની લાશને એરકાર્ગો મારફતે વતન મોકલી આપવા મદદ કરી હતી.
પોલીસે રેબેકાના પરિવાર સાથે વાત કરી તો પોલીસને જાણવા મળ્યું કે મૃતક યુવતીને સંતાનમાં એક બાળકી પણ છે.
નોર્થ ઇન્ડિયાના મિઝોરમ પાસે રહેતી રેબેકા વર્ષ 2019માં અમદાવાદના સ્પામાં કામ કરવા માટે આવી હતી. રેબેકા શરૂઆતમાં અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા પીજીમાં રહેતી હતી પરંતુ નશો કરવાની આદત
ના કારણે તેને પીજીમાંથી કાઢી મુકવામાં આવી હતી. ત્યારબાદ તે સ્પામાં રહેતી હતી અને ઘણી વખત તેમના ફ્રેન્ડ સાથે બહાર જતી હતી. રેબેકાના માતાએ પોલીસને જણાવ્યું હતું કે તેની એક દીકરી અહીં છે અનેરેબેકા જે કમાણી કરી છે તેમાંથી જ તેનું ઘર ચાલે છે.
ગુજરાન ચલાવવા કંઈપણ કામ કરે છે નોર્થ ઇન્ડિયન લોકો માટે કામ કરતી એક એનજીઓ પણ પોલીસ પાસે પહોંચી હતી. એનજીઓના એક પ્રવક્તા એ કહ્યું કે, રુબેકા જેવી અન્ય યુવતીઓ અમદાવાદમાં સ્પામાં કામ કરે છે તેમના વતનમાં કોઈ રોજગારી નથી અને અહીં આવીને તેના ખર્ચમાં વધારો થાય છે એટલે તેઓ સ્પા જેવા કામમાં જોતરાઈ જાય છે. થોડા દિવસ બાદ તેમનું શોષણ પણ થવા લાગે છે તેવું દબાયેલા અવાજે તેઓ જણાવી રહ્યા છે. પરંતુ તેઓ પણ આ મામલે ખુલ્લીને વાત કરવા માટે તૈયાર નથી. અહીં તેમની સાથે અલગ દેશમાંથી આવ્યા હોય તેવું વર્તન કરવામાં આવે છે. પરંતુ રોજગારી અને ઘરની જવાબદારી માટે લોકો જેમ તેમ કરીને અહીં ગુજરાન ચલાવવા કંઈપણ આવા કામ કરતા હોવાની વાત સાથે રેબેકાનું મોત કેવા સંજોગોમાં થયુ તે હજુપણ રહસ્ય છે.