અમદાવાદમાં આજે આઈપીએલની 16મી સિઝનની પ્રથમ મેચ સાથે ભવ્ય ઓપનિંગ સેરેમની યોજાનાર છે જેને લઈ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલ 2023ની પ્રથમ મેચ આજે 31 માર્ચ શુક્રવારના રોજ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે.
આ મેચ અગાઉ 6 વાગ્યાથી ઓપનિંગ સેરેમની નું આયોજન કરાયું છે જેમાં તમન્ના ભાટિયા પર્ફોર્મન્સ કરશે. ઉપરાંત ટાઈગર શ્રોફ, કેટરીના કૈફ અને અરિજિત સિંહ પણ પર્ફોર્મન્સ કરે તેવી પણ શક્યતા છે
IPLની પ્રથમ મેચને લઈને શહેરમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવાયો છે. આ માટે 5 DCP, 10 ACP સહિત 1600 પોલીસકર્મી ઉપરાંત 800 જેટલા ખાનગી સિક્યોરિટી ગાર્ડ પણ તહેનાત કરવામાં આવ્યા છે.