ગુજરાતમાં દારૂબંધી હોવાછતાં તેનો ક્યાંય અમલ થતો નથી અને રાજ્યના મેટ્રો શહેર અમદાવાદમાં ઠેરઠેર દારૂ અને જુગારના અડ્ડા ધમધમે છે જે અંગે અગાઉ પણ સત્યડે ન્યૂઝે વિસ્તાર અને બુટલેગરોના નામની યાદી જાહેર કરી હતી અને કયા વિસ્તારમાં કોણ વેચી રહ્યું છે દારૂ તેની વિગતો જાહેર કરી હોવાછતાં દારૂના અડ્ડા ધમધમી રહયા છે.
અગાઉ જેતે પોલીસ મથક રેન્જમાં આવતા આવા અડ્ડાઓ સત્યડે પર્દાફાશ કરી ચૂક્યું છે ત્યારે એરપોર્ટ પોલીસ મથક હદની વાત કરવામાં આવે તો એરપોર્ટ પોલીસ સ્ટેશન ની હદ વિસ્તારમાં ઇંગ્લીશ દારૂના અડ્ડા ધમધમી રહયા છે જે વાતથી પી.આઇ રશ્મિન દેસાઈ અજાણ હોય તે વાતમાં કોઈ દમ નથી કારણકે આ વિસ્તારમાં
દીપુ દાઢી, મેન બુટલેગર , વિકી સિંધી પાણીની ટાંકી પાસે ભિલવાશ કિશું કાનીયો એરપોર્ટ દીવાલ પાસે પ્રદીપ સીની આંબાવાડી કમલ ભદ્રેશ્વર વગરે જાણીતા નામો દારૂનો ધંધો કરી રહ્યા છે ત્યારે અહીં બુટલેગરો અને વહીવટદારોના કનેક્શન તપાસનો વિષય બની રહયા છે.
અમદાવાદમાં પોલીસની રહેમ નજર હેઠળજ ચાલતા દારૂના અડ્ડાઓ સામે સવાલો ઉઠી રહ્યા છે કે ખુલ્લેઆમ દારૂના અડ્ડા ચાલે છે છતા કાર્યવાહી કેમ નથી થતી? શું કાગળ પર જ દારૂબંધી છે? શું અમદાવાદની પોલીસને દારૂના અડ્ડાઓ વિશે માહિતી નથી? પોલીસને બુટલેગરો દ્વારા મળતી મલાઇમાં જ રસ છે? પોલીસ બુટલેગરો ઉપર કેમ મહેરબાન છે વગરે સવાલો જનતા હવે પોલીસ વિભાગને પૂછી રહી છે ત્યારે એરપોર્ટ પોલીસ હદમાં ચાલતા દારૂના અડ્ડા ચર્ચાનો વિષય બન્યા છે અને ઉપરી અધિકારીઓ આ મામલે એક્શન લે તેવી માંગ ઉઠવા પામી છે.