—અમદાવાદમાં એલિસબ્રિજ પોલીસની રહેમ હેઠળ દારૂના ધંધા ચાલી રહયા હોવાનું કહેવાય છે ત્યારે આ દારૂના અડ્ડા ઉપર રેડ કોણ પાડશે? તે સવાલ વ્યાપક બન્યો છે કારણ કે વર્ષો પુરાણી આ બદી ભારે ચર્ચાનો વિષય બની છે.
અમદાવાદ શહેરમાં વહીવટદારોની રહેમનજર હેઠળ દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ જાહેર અને ખાનગીમાં ચાલુ રહેતા વર્ષોથી દારૂનો ધંધો જામ્યો છે અમદાવાદ શહેરમાં એલિસબ્રિજ પોલીસ હદ વિસ્તારમાં દારૂની હાટડીઓ ચાલતી હોવા અંગે અગાઉ પણ અહેવાલો પ્રકાશિત કર્યા હોવા છતાં હજુપણ દારૂના અડ્ડા ધમધમી રહયા છે.
અમદાવાદ શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં મળતા દારૂ જુગાર અને નશીલા પદાર્થો વેચનાર અંગે માહિતી આપવામાં આવી હતી પણ પોલીસની રહેમ નજર હેઠળ ધંધા ચાલી રહયા હોવાની વાત ભારે ચર્ચામાં આવી છે.
અહીં દારૂ વેચવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
1.બાબુ કાકા
દેશી દારૂ
કોચરબ ગામ
2. કપિલ
અંગ્રેજી દારૂ
આંબેડકર કોલોની
3. કટ્ટો
અંગ્રેજી દારૂ
આંબેડકર કોલોની
4. ડિડી
દેશી દારૂ
આંબેડકર કોલોની
5. ધર્મી
દેશી દારૂ
મડોરા વાસ
ભુદરપુરા
6. મંગાજી
વર્લી મટકા સટ્ટો
આંબેડકર કોલોની
આ સિવાય પણ ખાનગીમાં દારૂના ધંધા ચાલે છે ત્યારે વહીવટ કરનારા કોણ છે તે પણ તપાસનો વિષય છે.