અમદાવાદના આંગણે IIPL 2022ની ફાઇનલ મેચમાં ગુજરાત ટાઈટન્સની ટીમે ભવ્ય વિજય મેળવ્યા બાદ જીતની ઉજવણી આજે અમદાવાદમાં જોવા મળી રહી છે અને આ પ્રસંગે યોજાયેલા ભવ્ય રોડ શોનું સત્યડે ઉપર લાઈવ કરવામાં આવ્યુ હતુ.
ઉસ્માનપુરા રિવરફ્રન્ટથી વિશ્વકુંજ રિવરફ્રન્ટ સુધી યોજાયેલા રોડ શોમાં ગુજરાત ટાઈટન્સના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી સહિત નેતાઓ અને કાર્યકરોની હાજરી વચ્ચે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત જોવા મળ્યો હતો.
ગુજરાત ટાઈટન્સની જીત બાદ ઉસ્માનપુરાથી રોડ શોને પગલે ટ્રાફિક ડાઇવર્ઝન પણ હયાત હોટલથી ઇન્કમટેક્સ નીચેની તરફથી યુ ટર્ન લઈ ઉસ્માન પુરા, ઉસ્માનપુરાથી જમણી બાજુ થઈ દર્પણ એકેડમી થઈ રિવરફ્રન્ટ પર તરફ અને ત્યાંથી ગાંધીબ્રિજ રિવરફ્રન્ટ સુધી, ગાંધીબ્રિજથી યુ ટર્ન લઈને રિવરફ્રન્ટ પરથી ઉસ્માન પુરા થઈને હયાત હોટલ જશે. અમદાવાદ શહેર પોલીસે રોડ શોને મંજૂરી આપી દીધી છે. કુલ 6 કિલોમીટરનો રોડ શો થશે.
પ્રથમ વખત IPL રમી રહેલી ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને હરાવીને પ્રથમ સીઝન પોતાના નામે કરી લીધી છે. આ જીત પછી ગુજરાત પર BCCIએ સારીએવી ધનવર્ષા પણ કરી અને એને ટ્રોફીની સાથે 20 કરોડ રૂપિયાની પ્રાઈઝ મની પણ મળ્યા છે.રનર અપ રાજસ્થાનને પણ 12.5 કરોડ રૂપિયા મળ્યા. ત્રીજા નંબર પર રહેલી બેંગલોરની ટીમને 7 કરોડ અને ચોથા નંબરે રહેલી લખનઉને 6.5 કરોડ રૂપિયાનું કેશ પ્રાઇઝ મળ્યું. ટીમ સિવાય ટૂર્નામેન્ટમાં સારો દેખાવ કરનારા ખેલાડીઓને પણ સારીએવી કમાણી થઈ છે. સૌથી વધુ વિકેટ લેનાર રાજસ્થાનના યુજવેન્દ્ર ચહલને પર્પલ કેમ્પની સાથે 10 લાખ રૂપિયા મળ્યા. ફાઈનલના મેન ઓફ ધ મેચ હાર્દિક પંડ્યાને 5 લાખ રૂપિયા મળ્યા છે.
આમ અમદાવાદમાં આજે જીતનો ભવ્ય જશ્ન જોવા મળ્યો હતો.