અમદાવાદમાં બેફામ બની જેગુઆર કાર ચલાવી 9 લોકોનો જીવ લેનાર તથ્ય પટેલ હાલ સારવાર હેઠળ છે ત્યારે આ બનાવ બાદ તેનો પરિવાર ઘર છોડી ગાયબ થઈ ગયો છે.
અમદાવાદમાં ગોતા વિસ્તારમાં ગોકુલ ફાર્મ હાઉસની સામે આલિશાન બંગલોમાં રહેતો તથ્ય પટેલ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને
અકસ્માતની ઘટના બાદ કલાકોમાં જ તથ્ય પટેલનો પરિવાર બંગલામાંથી ગાયબ થઈ ગયો છે.
તથ્ય પટેલનો પિતા પ્રજ્ઞેશ પટેલ પણ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે તે સૌરાષ્ટ્રની એક યુવતી પર ડ્રગ્સો નશો કરી ગેંગરેપ આચર્યા બાદ યુવતી પાસેથી 30 હજાર પણ પડાવી લેવાના મામલામાં પણ ગાજયો હતો.
સૌરાષ્ટ્રની યુવતીને કોર્પોરેટ હાઉસમાં નોકરીની લાલચ આપીને આરોપીઓએ એમડી ડ્રગ્સનો નશો કરી યુવતી સાથે ગેંગરેપ કર્યો હતો. તે સમયે કુલ પાંચ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી.
આરોપીઓએ પોતાના સાગરીતો સાથે મળી યુવતી સાથે એકવાર નહીં, પરંતુ અનેકવાર ગેંગરેપ કર્યો હતો. આરોપીઓએ યુવતીનો પાસપોર્ટ પણ છિનવી લીધો હતો.
તથ્ય પટેલના પિતા વિરુદ્ધ આ મુજબ ગુના નોંધાયેલા છે.
સોલામાં- 2
શાહપુર- 1
રાણીપ- 1
ક્રાઈમ બ્રાન્ચ- 1
મહિલા ક્રાઈમ- 1
ડાંગમાં NC ફરિયાદ
મહેસાણા- 1
આમ ગુનાહિત ઇતિહાસ ધરાવતા પ્રજ્ઞેશ પટેલના પુત્ર તથ્ય પટેલે અકસ્માત સર્જીને નવ જિંદગી છીનવી લીધી છે જે હાલ સામાન્ય ઇજા પહોંચતા તેની સારવાર ચાલી રહી છે. જેવો તથ્ય સ્વસ્થ થશે એટલે પોલીસ તેની ધરપકડ કરશે.