અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ ઉપર સર્જાયેલા અકસ્માત જોવા એકત્ર થયેલા લોકોના ટોળા ઉપર ફૂલ સ્પીડમાં જેગુઆર કાર ચડાવી દઈ નવ લોકોના મોત નિપજાવનાએ જેગુઆર કાર તથ્ય પટેલ નામનો યુવાન ચલાવતો હોવાની વાત સામે આવી છે ગોઝારો આ યુવાન જેગુઆર કાર ચલાવી રહ્યો હતો.
આ યુવાન બિલ્ડર પ્રજ્ઞેશ પટેલનો પુત્ર છે અને અકસ્માત બાદ ભાગવાની કોશિશ કરનાર તથ્ય પટેલને લોકોએ પકડી લઈ મેથીપાક ચખાડ્યો હતો. જે બાદ તથ્ય પટેલને પોલીસ સારવાર માટે સિમ્સ હોસ્પિટલમાં લઇ ગઇ હતી.
મહત્વનું છે કે અકસ્માત સર્જનાર તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ સામુહિક દુષ્કર્મનો આરોપી છે.
રાજકોટની યુવતીને કોર્પોરેટ કંપનીમાં નોકરી આપવાનું કહીને અમદાવાદ શહેરના પાંચ ઈસમોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ અમદાવાદ ખાતે નોંધાઈ હતી.
યુવતીને આબુ અને ત્યાંથી ઉદેપુર લઈ ગયા હતા જ્યાં કોલ્ડ્રિંકમાં દારૂ ભેળવી યુવતીને બેભાન કરી યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.
યુવતીનો વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
યુવતીએ પ્રજ્ઞેશ પટેલ ઉર્ફે પ્રજ્ઞેશ ગોતા, જિતેંદ્રપુરી ગોસ્વામી, માલદેવ ભરવાડ, જયમીન પટેલ અને નિલમ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.
ત્રણ નવેમ્બર 2020ના રોજ મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.
આવા બળાત્કાર પ્રકરણમાં સંડોવાયેલા પ્રજ્ઞેશ પટેલના પુત્રએ નવ લોકોની જિંદગી છીનવી લીધી હોવાનું સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.