રાજ્યમાં અકસ્માત ના ગંભીર બનાવો વધી રહ્યા છે ત્યારે ફૂલ સ્પીડ માં જતા વાહન ચાલકો ને કન્ટ્રોલ કેવા હવે પોલીસે કમર કસી છે.
અમદાવાદ પોલીસ કમિશ્નર દવારા સ્પીડ લિમિટને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં શહેરી વિસ્તારમાં ટુ વ્હીલર ચાલકોએ 60 અને ફોર વ્હીલર ચાલકોએ 40ની ઝડપે જ વાહન હંકારવુ પડશે. જ્યારે ટ્રાન્સપોર્ટેશન વ્હીકલો શહેરી વિસ્તારમાં 60ની સ્પીડે ચલાવી શકાશે. જો સ્પીડ વધુ હશે તો ટ્રાફિક પોલીસ જાહેરનામા ભંગનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે સ્પીડ લિમિટનું જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આઠ કરતાં વધુ સીટ ધરાવતાં વ્હીકલ 70, ટ્રાન્સપોર્ટેશનવાળા વ્હીકલ 60, ટ્રેક્ટર 30, ટુ વ્હીલર 60 અને કાર 40ની સ્પીડે હંકારી શકાશે. આ ઉપરાંત કેબ માટે 50ની સ્પીડ નક્કી કરવામાં આવી છે. જો, કે શહેરી વિસ્તારમાં ટ્રાન્સપોર્ટેશન તેમજ આઠ કરતાં વધુ મુસાફરો વાળા વ્હીકલોની સ્પીડ ઓછી હોવી જોઈએ. કારણ કે આવા વ્હીકલથી અકસ્માતની સંભાવના વધુ રહે છે. જેના કારણે નિર્દોષ લોકોના મોત નિપજે છે. આ એક સારો નિર્ણય છે જે સૌ લોકો એ આવકાર્યો છે કારણ કે કેટલાક લોકો ખુબજ વધુ ઝડપે વાહનો ચલાવી રહ્યા છે જેઓ ઉપર લગામ લગાવવી જરૂરી હતી.