અમદાવાદમાં ધૂળેટીના પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે અને શહેરની સોસાયટીમાં સવારથી જ લોકો એકબીજાને રંગવા બહાર આવી ગયા હતા, લોકો રંગ લઈ એકબીજા સાથે રંગાયા હતા.
સાથેજ શહેરની મોટી ક્લબ અને ફાર્મહાઉસમાં પણ રેઇન ડાન્સ અને મ્યુઝિકનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અમદાવાદની કર્ણાવતી ક્લબમાં રેઇન ડાન્સ દરમિયાન યુવક-યુવતીઓ વેન ડાન્સ સાથે ડીજેના તાલે ઝૂમ્યાં હતાં. જ્યારે રાજકોટમાં યુવાધન હોળી-ધુળેટીના રંગે રંગાયું હતું. ગુજરાતભરમાં આજે ધુળેટીનો ઉત્સવ હર્ષોલ્લાસ સાથે ઊજવાઈ રહ્યો છે.
અમદાવાદમાં આજે સવારથી જ ધુળેટીનો ઉત્સાહ જામ્યો છે અને 150 કરતાં પણ વધુ જગ્યાએ પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે. ફાર્મહાઉસ અને ક્લબ ખાતે હાલ ધૂળેટીનું પર્વ ઉજવાઈ રહ્યું છે.
શહેરના સિંધુ ભવન રોડ, એસ.જી. હાઈવે વિસ્તારમાં ભારે ઉજવણી ચાલુ છે.
જોકે,સલામતી ખાતર સાબરમતી રિવરફ્રન્ટના નજીક બાગ-બગીયા બંધ રાખવામાં આવ્યા છે.
શહેરની મોટા ભાગની બધી જ સોસાયટીમાં સવારથી જ લોકો એકબીજાને રંગવા બહાર આવી ગયા હતા, સાથે જ 150 કરતાં પણ વધુ સ્થળે રેઈન ડાન્સ સહિતનાં આયોજનો કરાયાં છે. ત્યારે એમાં 70 કરતાં વધુ પાર્ટી પ્લોટમાં માત્ર રેઇન ડાન્સનું આયોજન કરાયું છે. સિંધુ ભવન રોડ યુવાઓ માટે નવું હરવાફરવાનું સ્થળ બની ગયું છે, જેથી આ રોડ પર સૌથી વધુ 50થી 60 પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે એસપી રિંગ રોડ પર પણ અનેક પાર્ટીઓનાં આયોજન કરવામાં આવ્યાં છે. સવારે 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ઉજવણી ચાલુ રહેશે અને દિવસભર ધુળેટી પર્વની ઉજવણી ચાલુ રહેશે.