અમદાવાદમાં મહિલા પીએસઆઇ ઉપર કોર્ટમાંજ હીંચકારો હુમલો થયાની વાતે ભારે સનસનાટી મચાવી છે જેઓ ને ઇજા થતાં સારવાર લેવાની ફરજ પડી હતી.
હુમલાનો ભોગ બનનાર મહિલા પીએસઆઇ વર્ષા જાદવે પોતાના ઉપર 150ના ટોળાએ હુમલો કરી પોતાને મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરી પોતાની ફરિયાદ નહિ લઈ માત્ર અરજી જ લેવામાં આવી હોવાનો ધડાકો કરી પોતે પોલીસ હોવાછતાં પોતાને જ અન્યાય થયો હોવાનું જણાવતા મામલો ગરમાયો છે. પોતે એક મહિલા પોલીસ ઓફિસર હોવાછતાં તેઓને સહકાર નહિ મળ્યો હોવાનો બળાપો વ્યક્ત કર્યો હતો. પોતે અન્ય મહિલાઓની સુરક્ષા માટે પોતાનુ યોગદાન આપવા પોલીસ વિભાગમાં જોડાવાનું નકકી કરી ડ્યુટી જોઈન કરી હતી પણ જ્યારે તેઓ સાથે જ અભદ્ર વર્તન કરી ચોટલો ખેંચીને કેટલાક પુરુષોએ નીચે પાડીને ઘસેડતા અને માર મારતા તેઓ બેભાન થઈ ગયા હોવાછતાં કોઇ કાર્યવાહી ના થતા પોતે દુ:ખી થઇ ગયા હોવાનું મહિલા પીએસઆઇ વર્ષા જાદવે પોતાની ફરિયાદ ખુદ પોલીસ જ લેતી ન હોવાનો આક્ષેપ કર્યો છે. તેમજ પોલીસ ડીપાર્ટમેન્ટના જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેને ફરિયાદ ના કરવા માટે ધમકાવી રહ્યા હોવાના મીડિયા રિપોર્ટમાં જણાવાયુ છે.
કોર્ટમાં કેટલાક પોલીસ અધિકારીઓની નજર સામે જ મહિલા પીએસઆઇ સાથે અભદ્ર વ્યવહાર થયો હોવાનું અને જાનથી મારી નાખવાનો પ્રયાસ થયો હોવા છતાં પોલીસે જ પોલીસની ફરિયાદ લીધી નથી અને માત્ર અરજી ઉપર જ કાર્યવાહી કરવાનું કહેતા આ મેટર હવે ભારે ચર્ચાનો વિષય બની છે. મહિલા પીએસઆઇની ફરિયાદ નહી લેવાય અને કાર્યવાહી નહી થાય તો મહિલા પીએસઆઇ અને તેમના પરિવારજનો સહિત સમાજના લોકો પોલીસ કમિશનર ઓફિસ અથવા કારંજ પોલીસ સ્ટેશને ધરણા ઉપર ઉતરી જશેની ચિમકી પીએસઆઇ વર્ષા જાદવે આપતા હવે આ મામલો ગરમાયો છે.
Sunday, May 19