અમદાવાદના ગીતામંદિર બસ સ્ટેશનમાં આવેલી પોલીસ ચોકી અને વાહનોમાં તોડફોડ કરી મુસાફર સાથે બોલાચાલી કરી માર મારનાર ભાવેશ ઉર્ફે મંગા નામનો ઇસમ પોલીસને ગાંઠતો નથી આ સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે પણ પોલીસનો આ મંગા ને કોઈ ડર નથી.
નવાઈ ની વાત એ છે કે બે મહિના પહેલા પણ ગીતા મંદિર એસટી સ્ટેશન ખાતે કુખ્યાત ભાવેશ ઉર્ફે મંગાએ તોડફોડ અને મારામારી કરી હતી ત્યારે પોલીસે તેને પકડ્યો હતો અને જામીન પર છૂટી ગયો અને ફરી તે જ જગ્યાએ જઈ ગીતામંદિર ST પોલીસ ચોકીમાં જ તોડફોડ કરી હતી પોલીસને જ મોટી ચેલેન્જ કરી છે.
ભાવેશ ઉર્ફે મંગાએ બે મહિના અગાઉ ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર આતંક મચાવી ખંડણી ઉઘરાવવા મામલે તેની સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી અને બે દિવસ પહેલા પણ મજૂર ગામ વિસ્તારમાં સ્થાનિકો સાથે બોલચાલ થઈ હતી અને તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થતાં તેને પકડવા માટે પોલીસ તેના ઘરે જતી હોય તે ગુસ્સે થયો હતો અને તેની અદાવત રાખીને તેણે વહેલી સવારે પોલીસ ચોકીમાં તોડફોડ કરી સરકારી મિલકતને નુકસાન પહોંચાડતા તેની સામે વધુ એક ફરિયાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે આમ અત્યાર સુધી મંગા સામે કુલ 11 જેટલી પોલીસ ફરિયાદ દાખલ થઈ ચૂકી છે પણ મંગા ને કોઈ ફર્ક પડ્યો નથી.
આમ,જાહેરમાં દાદાગીરી કરનાર મંગો પોલીસ ચોકીમાં જ તોડફોડ કરીને પોલીસને ચેલેન્જ કરી છે અને પોતાના ઘરે પોલીસ આવી જ કેમ?તે મામલે પોતે જ સામેથી પોલીસ ચોકીમાં પહોંચી તોડફોડ કરતા અને જાહેરમાં રોલા પાડતા મુસાફરોમાં દહેશત ફેલાઈ હતી.