અમદાવાદ શહેરમાં પાંજરાપોળ ઈન્ટરસેક્શન પર ટ્રાફિકને સરળ બનાવવા માટે યલો બોક્સ જંકશન ધરાવતું સર્કલ બન્યું છે પણ નવાઈની વાત એ છે કે આ યલો સર્કલ શુ છે તે કોઈને ખબર નથી અને વાહન ચાલકો બિન્દાસ તેની ઉપર વાહનો રોકી ઉભા રહી જાય છે તો કોઈ નીકળી જાય છે પણ કોઈ જાણતું નથી કે આ પીળા પટ્ટા નો મતલબ શુ છે?
હકીકતમાં ચોરસ પીળી ગ્રીડ, જેને બોલચાલની ભાષામાં ‘યલો બોક્સ જંકશન’ તરીકે ઓળખવામાં આવે છે, આ ‘ડોન્ટ સ્ટેન્ડ’ એરિયા દર્શાવે છે,મતલબ કે અહીં વાહનોએ પસાર થતા સમયે ઉભા રહેવાનું નથી અને સડસડાટ નીકળી જવાનું છે જ્યારે સિગ્નલ બંધ હોય ત્યારે વાહન ચાલકે બોક્સની બહાર જ ઊભા રહેવું પડશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને અમદાવાદ સિટી ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટ બાદમાં નિયમો અમલમાં આવશે
અમદાવાદમાં આવા અન્ય 25 જગ્યાએ વ્યસ્ત ચાર રસ્તા પર આવા યલો બોક્સ જંકશન મુકવાની યોજના છે.
જોકે,આ પ્રકારના યલો બોક્સ જંકશન મુંબઈ અને બેંગલુરુ જેવા મોટા મેટ્રોપોલિટન શહેરોમાં પહેલેથી જ છે, પણ ગુજરાતમાં પહેલીવાર અમદાવાદમાં આવા યલો બોક્સની શરૂઆત થઈ છે.