રાજ્યની અમદાવાદમાં આવેલી સૌથી મોટી કોરોના 1200 બેડ સિવિલ હોસ્પિટલમાં એકજ દિવસમાં માત્ર 12 કલાકમાં જ 17 ડેડબોડી બહાર નીકળતા તેની ભયાનકતા બહાર આવી છે અહીં દ્રશ્યો એવા હતા કે ડેડબોડી નિકાલ કરવાના સમયે એક એમ્બ્યુલન્સ બહાર એક જાય અને બીજી તૈયાર રહેતી હતી આ વાસ્તવિકતા છે.
અહીં બોડી માટે 1-2 કલાક રાહ જોતા પરિવારો અને તેમની વેદના અગ્રણી મીડિયા રિપોર્ટ માં વ્યક્ત કરાઈ છે જે ખરેખર ચોંકાવનારી બાબત છે. કારણ કે સતત એમ્બ્યુલન્સ સ્મશાનનાં ચક્કર લગાવી રહી હતી. કોવિડ બોડીને સ્ટોરેજથી લઈને સ્મશાન સુધી લઈ જનાર સ્ટાફ એકધારો કામ કરી રહ્યો છે. ક્યાંક સ્મશાનમાં ઇલેક્ટ્રિક ભઠ્ઠી ખાલી ન હોય તો ક્યાંક એમ્બ્યુલન્સ વ્યસ્ત હોય, સાથે આ સ્ટાફ પણ સતત આ બોડીની અંતિમક્રિયામાં વ્યસ્ત હોવાના દ્રશ્યો ખુબજ ચોંકાવનારા છે જે અમદાવાદમાં સર્જાયેલી કોરોના ની વાસ્તવિકતા બયાન કરે છે.
ડેડબોડી સ્ટોરેજની બહાર ધ્રુસકે ધ્રુસકે રડતાં સ્વજનો અને ડરાવણા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.