અમદાવાદના એરપોર્ટ પોલીસ મથક હદ વિસ્તારમાં બુટલેગરો બેફામ બન્યા છે અને અહીં દારૂના અડ્ડા ચાલી રહયા છે.
આ વિસ્તારના કુખ્યાત બુટલેગર રાજુગેંડી જૂના કેસમાં ગિરફ્તાર થયો પણ રાજુગેંડીના પુત્રો વિકિગેંડી અને રવિગેંડી છેલ્લા કેસમાં હજી ફરાર છે ત્યારે સવાલ થાય કે શું એરપોર્ટ પોલીસ સૂઈ રહી છે ? આ બંને એરપોર્ટ પોલીસની પકડમાં કેમ નથી આવતા તે મામલે સવાલ ઉઠ્યા છે.
અમદાવાદ આવતા એરપોર્ટ પોલીસ સ્ટેશન વિદેશી દારૂનો નું હબ ગણવામાં આવે છે શું એરપોર્ટે પોલીસ આ બધા ગુનેગારોને છાવરી રહી હોવાનું ચિત્ર સપાટી ઉપર આવ્યું છે.