અમદાવાદમાં લતીફ ના પતન બાદ લગભગ ગેંગ ભોંયરાઓ માં પુરાઈ ગઈ હતી અને એન્કાઉન્ટર નો એક ખૌફ હતો તે જાણે હવે રહ્યો નથી અને તેથીજ હવે નવા દાદાઓ ઉભા થઇ રહ્યા છે અમદાવાદ ના વટવા છેલ્લા ઘણા સમયથી એમ.ડી ડ્રગ્સ માર્કેટ માં ધૂમ મચાવી રહ્યું છે અને તેના ચલણના કારણે અનેક યુવાનો બરબાદ થઈ રહ્યા છે. શહેરના કેટલાક વિસ્તારોમાં તો હવે એમ.ડી ડ્રગ્સના બંધાણી ગ્રુપ ની ગેંગ બની ગઈ છે અને નશાની હાલતમાં સામાન્ય લોકોને હેરાન કરતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. વટવા વિસ્તારમાં રાત ના સમયે એમ.ડી ડ્રગ્સનો નશો કરતા લોકોની શાહરુખ મામાની ગેંગ દ્વારા સૈયદવાડી અને આસપાસના વિસ્તાર માં આતંક ફેલાવતા ભારે દહેશત મચી હતી,આ ઈસમો તલવારો લઈને નીકળ્યા હતા અને દુકાનો બંધ કરવી હતી. એટલું જ નહીં લોકોના વાહનો પર તલવારો ના ઝટકા મારી નુકસાન પહોંચાડ્યું હતું.
વટવા વિસ્તારમાં શાહરુખ મામા અને અન્ય એક ગેંગના સભ્યો એમ.ડી ડ્રગ્સના રવાડે ચડીને સામાન્ય લોકોને હેરાન કરે છે. ગુરુવારે રાતે શાહરુખ મામાની ગેંગના લોકો હથિયારો લઈને આખા વટવા વિસ્તારમાં ફર્યા હતા અને તમામ દુકાનોમાં તલવારો બતાવીને બંધ કરાવતા ભારે હંગામો મચી ગયો હતો.
પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજ ના આધારે કારીવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
Sunday, May 19