જમાનો બદલાયો છે અને ચોર -લૂંટારા હવે તમને દેખાતા પણ નથી અને તમને લૂંટીને જતા રહે છે એવો જમાનો આવી ગયો હોય કોઇપણ ઓનલાઇન ખરીદી કે પૈસા ની લેવડ દેવડ કરતા સો વાર વિચાર કરજો ,આજકાલ આવા બનાવો રોજના થઈ પડ્યા છે. અમદાવાદ ના શાહીબાગમાં રહેતી રિચા અમીન નામની યુવતી નો પતિ રેડીમેડ કપડાંની દુકાન ધરાવે છે જે માટે તે સારા અને સસ્તા કપડાં મેળવવા ઓન લાઇન સર્ચ કરી રહી હતી તે દરમ્યાન રિચા એ એથેનિકમેનિયા નામની વેબસાઈટ પર 199માં વિન્ટેજ પ્રિન્ટેડ હેરમ ઓર્ડર કર્યું હતું. ઓર્ડર મુજબ ડિલિવરી ન મળતા તેઓએ ફેસબુક પરથી કસ્ટમર કેર નંબર શોધી ફોન કર્યો હતો. ફોન પર જણાવવામાં આવ્યું કે, આ ઓર્ડર મુજબનો સ્ટોક ન હોવાથી એનીડેસ્ક એપ ડાઉનલોડ કરી પેમેન્ટ પરત આપશે. જેથી રિચાએ એપ ડાઉનલોડ કરી હતી. તેમાં ઓર્ડર પેમેન્ટ રીફન્ડ મેળવવા માટે પ્રોસેસ કર્યા બાદ તેઓએ ડેબિટકાર્ડની વિગતો ભરતા જ એકાઉન્ટમાંથી 34,907 રૂપિયા ઉપડી ગયા હતા. આમ કપડાં ના બિઝનેસ માં ધંધો કરી કમાવા ની જગ્યા એ જે બચત હતી તે પણ જતી રહેતા મધ્યમ વર્ગ નું આ કપલ નિરાશ થઈ ગયું હતું જેથી આવા ગઠિયા ઓનલાઇન માં લોભામણી સ્કીમો નાખી ચાલાકી પૂર્વક લૂંટ ચલાવતી સાયબર ગેંગ કામ કરતી હોવાથી જનતા ઓન લાઇન ના લફડા માં ન પડે તોજ સારું છે તેમ જાણકારો જણાવી રહ્યા છે.
Tuesday, May 14