અમદાવાદ ખાતેના વટવા જીઆઈડીસી સ્થિત કેમિકલ ફેક્ટરીમાં અચાનક આગ લાગતા ભારે અફડાતફડી મચી ગઇ હતી. ઘટના બાદ અમદાવાદ ફાયર બ્રિગેડ ના જવાનો 7 ફાયર ફાયટરો સાથે સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે
વટવા જીઆઈડીસીમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં આજે બપોરના સમયે આગ લાગવાનો બનાવ બન્યો હતો. ફેક્ટરીમાં કેમિકલ હોવાથી આગ વધુ ન ફેલાય તે માટે આસપાસના લોકો ને ત્યાંથી હઠવાયા હતા અને આગ આગળ ન પ્રસરે તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Sunday, May 19