અમદાવાદ ના થોળ પાસે વાયણા સ્થિત રૂ.સાડા નવ કરોડ ની અંદાજીત કિંમત ના કોંગ્રેસ ની પ્રોપર્ટી મુદ્દે છેડાયેલા વિવાદ માં અવનવી વાતો બહાર આવી રહી છે અને કોંગ્રેસ ની આ પ્રોપર્ટી અંગે એક વરિષ્ઠ કોંગી નેતા કે જેઓ હાલ આ દુનિયા માં નથી રહ્યા તેઓ ની એક નોટ માં ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાની બિન સત્તાવાર માહિતી સામે આવી રહી છે.
કોંગ્રેસ હાઈ કમાન્ડ ના ખાસ ગણાતા આ નેતા દરેક વહીવટ ની નોંધ પાડતા હતા અને તે એક પુરાવો હોવાની વાત છે આ નેતા દ્વારા જ કોંગ્રેસ માટે કરાયેલા રોકાણ માં પોતાના હિસ્સા ના પણ લગભગ રૂ. એક થી દોઢ કરોડ નું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોવાની ચર્ચા છે.
હાઈ કમાન્ડ ને વફાદાર સ્વર્ગીય નેતા ની આમતો બીજા કેટલાક નેતાઓ એ પણ પૈસા દબાવ્યા હોવાની ચર્ચાઓ વચ્ચે આ પ્લોટ માં રોકાણ ની વાતો સપાટી ઉપર આવતા હવે આ મામલે ભારે રહસ્ય ઉભું થયું છે અને આ વરિષ્ઠ નેતા ના નિધન બાદ હવે આ પ્લોટ ગપચાવી જવા સક્રિય બનેલી ટોળકી આ મોકા ની જમીન પચાવી પાડવા મેદાને ઉતરતા છેલ્લા કેટલાક દિવસો થી આ પ્રકરણમાં અનેક વાતો ચર્ચાના પરિઘ માં રહેવા પામી છે.
કોંગ્રેસ ના એક આગેવાન જ આ મામલે ખુબજ એક્ટિવ થઈ ગયા છે અને પ્લોટ પચાવી પાડવા માટે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા ની વાતો સપાટી ઉપર લોક ચર્ચા માં ટોપ ઉપર રહી છે.
સત્યડે આ પ્રકરણમાં ઇન્વેસ્ટિગેશન કરી રહ્યું છે અને ટુક સમય માં જ નામ જોગ આખી ડાયરી નો પર્દાફાશ કરશે.
આમેય પાર્ટીઓ પ્લોટ સહિત ની પ્રોપર્ટીઓ માં રોકાણ કરી બાદ માં તે રકમ હાઈ કમાન્ડ ના નિર્ણય મુજબ પાર્ટી ખર્ચ માં ઉપયોગ થતો હોય છે ત્યારે આ પ્રોપર્ટી પણ આવો જ એક ભાગ હોવાનું કહેવાય છે જેમાં રોકાણ નો ચોક્કસ આંકડો અને શા માટે વિવાદ થયો ?ક્યાંથી થયો ? કોણ રસ લઈ રહ્યું છે ? વગરે સસ્પેન્સ ઉપર થી પડદો ઊંચકાશે.
Monday, May 20