કોરોના રસી માટે ગુજરાતમાં આજે અમદાવાદમાં વેક્સીનેશન માટે ડ્રાય રન યોજાનાર છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધન અને નીતિન પટેલ વચ્ચે વિડીયો કોંફરન્સ થઈ હતી જેમાં વેક્સીન માટે પૂર્વાભ્યાસ સંદર્ભે સમિક્ષા કર્યા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગુજરાતમાં ૨૪૮ તાલુકાઓમાં તાલુકા દિઠ ત્રણ વેક્સીનેશન સાઈટ ઉપર ડ્રાયરનનું આયોજન કર્યા અંગે જાણકારી આપી હતી.
દરમ્યાન અમદાવાદ શહેરના ૨૦ વેક્સિન સેન્ટરો ઉપર આજે કોરોના વેક્સિનનો ડ્રાય રન યોજાશે. મહાપાલિકાના વેક્સિન સેન્ટરો ઉપર આ પ્રથમ ડ્રાય રન થશે. જેમાં મણિનગરની એલજી હોસ્પિટલ, કાનબા હોસ્પિટલ, પારીખ હોસ્પિટલ, એસવીપી હોસ્પિટલ, વીએસ હોસ્પિટલ, એસએમએસ મલ્ટી સ્પે. હોસ્પિટલ, અને ગ્લોબલ લાઇફલાઇન એન્ડ રિસર્ચ પ્રા.લિ. સહિત કુલ ૨૦ સેન્ટરો ઉપર ડ્રાય રન યોજાશે તેમજ
સોલા સિવિલ હોસ્પિટલ , અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ગવર્મેન્ટ સ્પાઈન ઈન્સ્ટિટયૂટમાં પણ કોરોના રસી માટે ડ્રાય રન થશે. સોલા સિવિલના એ બ્લોકના પહેલા માળે ડ્રાય રન થશે, જેમાં ૨૫ જેટલા વોલન્ટિયરને રસી આપવાની પ્રેક્ટિસ કરાશે. એમ નિવેદન માં જણાવાયુ છે.
Sunday, May 19