અમદાવાદ માં કોરોના ની ભયાનક સ્થિતિ ને નજર અંદાજ કરી જાહેરમાં થુંકનાર અને માસ્ક નહી પહેરનાર તત્વો સામે હવે તંત્ર એ કડક હાથે કામ લેવાનું ચાલુ કર્યું છે અને આવા ગંદકી ફેલાવી કોરોના ને આમંત્રણ આપનાર ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી છેલ્લા 10 જ દિવસમાં 85 જેટલા પાનના ગલ્લા સીલ કરી દઇ રૂ. 40.64 લાખનો દંડ ફટકારવામાં આવતા ગંદા ગોબરા લોકો માં ફફડાટ ફેલાયો છે.આ માટે અમદાવાદ શહેરમાં મહા નગરપાલિકા દ્વારા કુલ 151 જેટલી ટીમ બનાવી સઘન ઝુંબેેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં 16305 જેટલા સ્થળની તપાસ કરવામાં આવી હતી. જે પૈકી સૌથી વધુ દક્ષિણ ઝોનમાં 31 પાનના ગલ્લા સીલ કરાયા હતા, જ્યારે દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 14, ઉત્તર- પશ્ચિમ ઝોનમાં 2, મધ્ય ઝોનમાં 11, પૂર્વ ઝોનમાં 13, પશ્ચિમ ઝોનમાં 12 અને ઉત્તર ઝોનમાં બે પાનના ગલ્લા સીલ કરવામાં આવ્યા છે. તમામ ઝોનમાં માસ્કનો દંડ, અને જાહેરમાં થૂંકી ગંદકી કરનારા લોકોને ઝડપી તેમની પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે.
માસ્ક નહિ પહેરનાર લોકો સૌથી વધુ પશ્ચિમ ઝોનમાંથી મળી આવ્યા છે, જેમની પાસેથી 8,99,200 રૂપિયાનો દંડ વસૂલાયા છે. પૂર્વ ઝોનમાં સૌથી વધુ જાહેરમાં થૂંકનારા લોકો પાસેથી 1,42,400 રૂપિયાનો દંડ વસૂલાયો હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું અને આ કડક કાર્યવાહી હજુપણ ચાલુ રહેશે અને ગંદકી ફેલાવી ને કોરોના ને સ્પ્રેડ કરનાર સામે આક્રમક પગલાં ભરવામાં આવનાર હોવાનું સૂત્રો એ ઉમેર્યું હતું જોકે , ફરી એકવાર ગલ્લા ઉપર તવાઈ આવતા માવા ખાઈ ને જાહેર માર્ગો ઉપર વારંવાર થુંકતા રહેતા ગંદા લોકો હાલ ગાયબ થઈ ગયા હોવાનું સબંધિત સ્થાનિક લોકો એ જણાવ્યું હતું.
Wednesday, May 15