અમદાવાદ માં પ્રહલાદ નગર ફાયર સ્ટેશનમાંથી નવી શબ વાહીની ની તસ્કરો ચોરી કરી ગયા હોવાનો બનાવ બનવા પામ્યો છે.
રાત્રે ત્રણ વાગ્યે ચોરી ની આ ઘટના બની હતી બનાવ અંગે
આનંદ નગર પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ હાથ ધરી છે.આ ઘટના ને લઈ ભારે ચર્ચા ઉઠવા પામી છે.
વિગતો મુજબ પૂર્વ મેયરના બજેટમાંથી શબવાહિની ફાળવાઈ હતી.
પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં વિજયસિંહ પવાર ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. વિજયસિંહ રવિવારે સાંજે ફાયરબ્રિગેડની નવી શબવાહિની જે પૂર્વ મેયર બીજલ પટેલના બજેટમાંથી ફાળવવામાં આવી હતી તેસાંજે વર્ધિમાં લઇ ગયા બાદ પરત આવી અને પાર્કિગમાં મૂકી હતી. ગાડીની ચાવી અંદર જ ભરાવેલી હતી. મોડી રાતે કોઈ અજાણી વ્યક્તિએ પાર્કિગમાં રહેલી આ વાનને ચાલુ કરી અને ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. સવારે આ બાબતે જાણ થતાં વિજયસિંહે પોલીસને જાણ કરી હતી. સીસીટીવી ફુટેજના આધારે પોલીસે શબવાહિની ચોરનારની તપાસ શરૂ કરી છે.
Sunday, May 19