અમદાવાદ ના ગોમતીપુરમાં લોકોએ ધારાસભ્ય શૈલેષ પરમાર ના ફોટા સાથે ના પૂતળાને ખાસડાનો હાર પહેરાવી વિરોધ કર્યો હતો. ઉમેદવાર ની પસંદગી મામલે નારાજગી દર્શાવી રોષ ઠાલવ્યો હોવાનું સપાટી ઉપર આવ્યું છે.
જોડા અને ચપ્પલ ના હાર સાથે રોડ પર મોટી સંખ્યામાં બાળકો, મહિલાઓ એકત્ર થયા હતા અને વિરોધમાં જોડાયા હતા.
21મી ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીના ઉમેદવારી મુદ્દે લગભગ બધેજ અ સંતોષ જોવા મળી રહ્યો છે ત્યારે ગોમતીપુરમાં કોંગ્રેસના જ ધારાસભ્ય સામે સ્થાનિકોએ મોરચો માંડ્યો હતો. ધારાસભ્ય શૈલેષ પરમારના પૂતળાને ખાસડાનો હાર પહેરાવીને વિરોધ નોંધાવ્યો હતો.
મોડી રાત્રે ગોમતીપુર વિસ્તારમાં શૈલેષ પરમારના ફોટોને ખાસડાનો હાર પહેરાવવા માર્ગ પર લોકો એકઠા થઈને શૈલેષ પરમાર વિરૂધ્ધ પ્રદર્શન કર્યું હતું. તેમાં બાળકો પણ જોડાયા હતા અને ઉમેદવારની પસંદગીના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું.
Saturday, May 18